હાઈવે પર બસ અને કાર સામસામે અથડાતા કારનો ભૂક્કો બોલી ગ્યો; બસ ઝાડ સાથે અથડાઈને બે ગંભીર અને છ સામાન્ય ઈજાગ્રસ્ત | Two killed in accident between private bus and car near Three Mile; Two others were seriously injured while six people suffered minor injuries | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Two Killed In Accident Between Private Bus And Car Near Three Mile; Two Others Were Seriously Injured While Six People Suffered Minor Injuries

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદર-ખંભાળીયા હાઈવે પર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. પોરબંદર-ખંભાળીયા હાઈવે પર આવેલા ત્રણ માઈલ અને દેગામ વચ્ચે ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમા પોરબંદરથી ખંભાળીયા તરફ જતી એક ખાનગી બસ અને પોરબંદર તરફ આવી રહેલી કાર વચ્ચે અક્સમાત થયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટના બનતાની સાથે જ ઘટનાસ્થળ પર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાથે જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી 108 મારફતે ઈજાગ્રસ્તોને પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.

બસ અને કાર વચ્ચે અકસ્માત થતા ડસ્ટર કારના ફુરચે ફુરચા નીકળી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 2 લોકોના તો ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બસમાં સવાર 6 જેટલા પ્રવાસીઓને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે 108 મારફતે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં જે કારનો અક્સ્માત થયો છે તે કીદરખેડા ગામની હતી અને તેઓ પોરબંદર શહેરમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવા માટે આવી રહ્યાં હતા. ત્યારે ત્રણ માઈલ નજીક આ ઘટના બનવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم