Saturday, March 18, 2023

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાની દિશાની બેઠક યોજાઇ | Union Home and Cooperation Minister Amit Shah chaired the Gandhinagar district direction meeting | Times Of Ahmedabad

ગાંધીનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી – દિશાની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર જિલ્લાની દિશાની બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિઘ યોજના થકી થયેલા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેની સાથે આગામી સમયે ગાંધીનગર જિલ્લાને વિકાસની નવીન ઉંચાઇએ લઇ જવા. સાથે સાથે જિલ્લામાં જનસુખાકારીના કામો અને વિવિધ યોજનાઓના લાભ કેમ વધુમાં વધુ સાચા લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે વિચાર-વિર્મશ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રેઝેન્ટેશન અનુસાર ગાંધીનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત જાન્યુઆરી થી માર્ચ- 2023 સુઘીમાં 59 હજારથી વઘુ એલ.પી.જી. સિલિન્ડર વિના મૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવ્યા છે.એનએફએસએ યોજના અને પી.એમ.જી.કે.વાય. યોજના અંતર્ગત 95 ટકાથી વઘુ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2022 સુઘીમાં 95 ટકા કામગીરી કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 100 ટકા શૌચાલય નિર્માણ કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ ગાંધીનગર જિલ્લો 100 ટકા નળ જોડાણ ઘરાવતો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ કેન્સરના સર્વે, સ્ક્રિનિંગ અને સારવાર અભિયાન અંતર્ગત 1 લાખ 49 હજારથી વઘુ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 76 અમૃત સરોવરના નિર્માણના લક્ષ્યાંક સાથે 41 સરોવરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેની સાથે પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી અનેક ફલેગશીપ યોજનામાં ની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકના આરંભે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે એ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બેઠકમાં રાજયસભાના સાંસદ શનરહરિભાઇ અમીન, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: