Saturday, March 18, 2023

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી કાપણી કરેલા ઘઉં ભીના થયા; ખેડૂતોને બમણો માર સહન કરવો પડે તેવી શક્યતાઓ | Unseasonal rain wets harvested wheat in Sabarkantha district; Chances are that farmers will have to bear a double whammy | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

જિલ્લામાં રાત્રિએ આઠ તાલુકાના વિવિધ વિવિધ ગામોના વિસ્તારોમાં કમોસમી કરા સાથે વરસાદ વરસતા ખેતરમાં ઉભા ઘઉંના પાકને નુકશાન થવા પામ્યું છે. તો કાપણી કર્યા બાદ ઘઉં ભીના થતા કાળી ડાઘી પડવાને લઈએ હવે ભાવ ઓછો મળશે. જેને લઈને ખેડૂતોને ભાવમાં નુકશાન થશે તો મજુરી પણ વધી જશે. બમણું નુકશાન ખેડૂતોને વેઠવું પડશે.

સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વિજયનગર, ખેડબ્રહ્મા, ઇડર અને તલોદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો રાત્રિ દરમિયાન હિંમતનગર સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના ચમકારા અને કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. હાલમાં જિલ્લામાં ઘઉંનો પાક ખેતરમાં તૈયાર છે. તેને લેવા માટેની તૈયારીઓ ખેડૂતોએ હાથ ધરી હતી. દરમિયાન આ વર્ષમાં ત્રીજીવાર કમોસમી વરસાદનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. તો આઠમાંથી પાંચ તાલુકામાં 1 મીમીથી 13 મીમી સુધી વરસાદ નોધાયો હતો. જિલ્લાના આઠ તાલુકાના કેટલાક ગામોમાં અને ગામોના કેટલાક વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા. ચોમાસાની જેમ ગામમાં પાણી નીકળ્યું હતું. તો રવિ સિઝનમાં 85 હજારથી વધુ હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હાલમાં તૈયાર પાકને લેવા માટે કાપણી પણ શરુ કરવામાં આવી છે.

આ અંગે નાની ડેમાઈ, વજાજી, ખાંટ અને ઘોરવાડા ગામના મનહરસિંહ રહેવર ખેડૂતે જણાવ્યું હતું કે, ખેતરમાં પાકેલા હોલો બાદ કાપણી શરુ કરી હતી અને ખેતરમાં ઘઉંની પુડીઓ બનાવી હતી, પરંતુ રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને પુડીઓ ભીની થઇ ગઈ હતી અને પવનને લઈને વેર વિખેર થઇ ગઈ હતી. જેથી હવે ઘઉંના પૂડા સુકાય ત્યારબાદ થ્રેસરમાં કાઢી શકાશે. ત્યાં સુધી તે પુડાઓને ફરાવવા પડશે. જેથી ઝડપી સુકાય અને મજુરી પણ હવે વધી જશે. ઘઉં ભીના થતા ડાગી પડશે એટેલે ભાગ ઘટશે અને બીજી તરફ મજુરી વધશે. જેથી બમણો માર સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ બાગાયતી પાક તરબૂચ, પપૈયા, શક્કરટેટી અને ફુલાવર, કોબીજ, વેલાવાળી શાકભાજી સહિતની ખેતી કરતા ખેડૂતોને પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: