Thursday, March 23, 2023

રાધનપુર, સમી, સાતલપુર અને વારાહી પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with wind in Radhanpur, Sami, Satalpur and Warahi divisions | Times Of Ahmedabad

પાટણ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર સહિત જિલ્લાના સમી, સાતલપુર, વારાહી, રાધનપુર પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં પાટણ શહેર સહિત સમી,સાંતલપુર વારાહી રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ગાજવીજ કડાકા સાથે વરસાદનું આગમન થતાં રાધનપુર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપાટ છવાઈ ગયો હતો. તો પાટણ શહેરમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તરમાં પાણી ભરાયા હતા.

આ કમોસમી વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ઘઉં,જીરુ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.વાવેતર કરેલ જીરુ, એરંડા, કપાસ, રાયડા, ઘઉં બાજરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.

કમોસમી વરસાદને લઈ ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તૈયાર થયેલ પાકમાં નુકસાન જતાં ખેડુત વર્ગ ચિંતાગ્રસ્ત જોવા મળ્યો છે.આમાં ખેડૂત વર્ગ હાલ આર્થિક રીતે પાયમાલ થયો હોય તેવું લાગી રહ્યું છે કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા.

રાધનપુર સહિત રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ અંધારપટ છવાયો હતો. જોકે રાધનપુર વિસ્તારમાં અચાનક પલટો આવ્યો હતો. રાધનપુર વિસ્તારમાં અચાનક સાંજના સુમારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું અને વરસાદી વાતાવરણ છવાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: