Thursday, March 23, 2023

ભાવનગરમાં સિંધી સમાજે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી, અલગ-અલગ મંદિરો ખાતે સત્સંગ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો | In Bhavnagar, the Sindhi community took out a grand procession with DJs, programs including satsangs, blood donation camps at different temples. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar, The Sindhi Community Took Out A Grand Procession With DJs, Programs Including Satsangs, Blood Donation Camps At Different Temples.

ભાવનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ સાહેબની 1073મી જન્મ જયંતીની આજે ગુરૂવારે ભાવનગર શહેર તેમજ જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રૂપમ ચોક પાસે આવેલ સંત પ્રભારામ જલઆશ્રમથી જૂના બંદર સ્થિત દરિયાલાલ સુધી ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કઢાઈ હતી.

સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, ઝુલેલાલ મંદિર, રસાલા કેમ્પ તેમજ આનંદનગર સ્થિત મંદિરમાં મહાપ્રસાદ તેમજ રાત્રે સિંધુનગર ખાતે આવેલ મુખ્ય ઝુલેલાલ મંદિર તેમજ નવજવાન મંડળ ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શહેરના તમામ વિસ્તારોમાં આવેલ ભગવાન ઝુલેલાલના મંદિરોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અનેવજૂના બંદર સ્થિત દરિયાલાલની પૂજાવિધિ, અખો, પલ્લવ, આરતી વિગેરે કરવામાં આવ્યું હતું, સવારે 6 કલાકે ઝુલેલાલ મંદિર સિંધુનગરથી પ્રભાત ફેરી સમગ્ર સિંધુનગરમાં ફેરવવામાં આવી હતી. રસાલા કેમ્પ ખાતે આવેલ લાલ સાઈ હેલ્થ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ભાવનગર શહેરના રૂપમ ચોક પાસે આવેલ સંત પ્રભારામ જલઆશ્રમથી જૂના બંદર સ્થિત દરિયાલાલ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની પૂજા વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…