No results found

    કમોસમી વરસાદે સમગ્ર અરવલ્લીને ઘમરોળ્યું; ખેડૂતોની હાલત કફોડી બની; સર્વે કરવા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું | Unseasonal rains drenched the entire Aravalli; The condition of farmers became dire; An application was given to the Collector to conduct the survey | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Aravalli
    • Unseasonal Rains Drenched The Entire Aravalli; The Condition Of Farmers Became Dire; An Application Was Given To The Collector To Conduct The Survey

    અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

    અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કરા સાથે વરસેલા કમોસમી વરસાદને પગલે મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથક સહિત સમગ્ર જિલ્લામાં ખેતીના પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આવા અસરગ્રસ્ત ખેડૂતોએ નુકસાની અંગે સર્વે કરી સહાય ચૂકવવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે.

    અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કમોસમી કરા સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે મોડાસા તાલુકના ગ્રામ્ય પંથક દધાલિયા, ઉમેદપુર, વાણિયાદ કોકાપુર, મોદરસૂમ્બા જેવા ગામોમાં ખેડૂતોએ વાવેતર કરેલા 2000 હેક્ટર જમીનમાં ઘઉં, મકાઈ, તડબૂચ, દિવેલા, વરિયાળી જેવા પાકોને નુકસાન થયું છે. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે. ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ જતા આગળ માર્ચ મહિનામાં કેસીસી ધિરાણ તેમજ અન્ય વ્યવહારો ક્યાંથી પૂરા કરવા એ મોટી સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોના પાકને નુકસાન થયે બે દિવસ વીતી ગયા છે. ત્યારે હજી સુધી તંત્રના કોઈ અધિકારી ખેડૂતોના હાલ પૂછવા ફરક્યા નથી.

    અંતે આ અસરગ્રસ્ત ખેડૂતો આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપી પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. અધિક કલેક્ટરને આવેદન આપી નુકસાની અંગે સર્વે કરી સહાય ચૂકવાય તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ તો માત્ર એક જ તાલુકાના ખેડૂતો હતા પરંતુ કમોસમી વરસાદે સમગ્ર જિલ્લાને ઘમરોળ્યું છે. જેથી જિલ્લાના અનેક ખેડૂતોને પાક નુકસાન થયું છે. તેવા સંજોગોમાં તંત્ર સમગ્ર જિલ્લાના ખેડૂતોને થયેલા પાક નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને દેવાના બોજ નીચે દબાતો બચાવે તો કોઈ ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવશે નહીં.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال