અરવલ્લી (મોડાસા)35 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચાલુ વર્ષે જાણે માવઠાની સિઝન હોય એમ માંડ બે દિવસ થતા નથી. ત્યાં હવામાન વિભાગ આગાહી આપી જ છે કે, કમોસમી વરસાદ થશે અને આગાહી મુજબ વરસાદ પણ થાય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો.
હવામાન વીભાગે 29 અને 30 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી હતી. તે મુજબ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. અગાઉના કમોસમી વરસાદથી ખેડૂતોને કમોસમી વરસાદથી કરોડોનું નુકશાન વેઠવું પડ્યું હતું.
ત્યારે હજુ પણ ખેડૂતના ખેતરમાં ઘઉં, મકાઈ અને દિવેલાનો પાક ઉભો છે. ખેડૂતોને આ બચેલા ખેતીપાક માંથી કંઈક મળવાની આશા હતી. ત્યાં આજે ફરી એક વખત કમોસમી વરસાદ થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. હવે ખેડૂતોને 100% ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.