એક સમયે અતીકના ચહેરા પર એન્કાઉન્ટરનો ખોફ, UP નજીક પહોંચતા જ કહ્યું- 'મુજે કાહે કા ડર' | At one point the fear of the encounter on Atiq's face, as he approached UP said- 'Muje kahe ka dar' | Times Of Ahmedabad

અમદાવાદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગેંગસ્ટર અતીક અહેમદની સાબરમતી જેલથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધીની સફર હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ જશે. અમદાવાદથી 1300 કિલોમીટર દૂર પ્રયાગરાજમાં આવતીકાલે તેની સામે સજા સંભળાવવામાં આવશે. અતીક અહેમત ઉત્તર પ્રદેશનો માથાભારે ડોન કહેવામાં આવે છે પરંતુ તેને પોલીસે એક સામાન્ય કેદીની જેમ સબક શીખવાડી દીધો છે તે સમાન્ય કેદીની જેમ પ્રિઝનલ વાનમાં ચાર બાજુથી ઢંકાયેલા પડદાની વચ્ચે પ્રયાગરાજ પહોંચી રહ્યો છે.

અતીક પોલીસ કર્મચારીઓ સાથે વાત કરવાનું ટાળતો
પ્રયાગરાજ અને અતીકના કોનવે વચ્ચે હવે માત્ર 150 કિલોમીટરનું અંતર બાકી રહ્યું છે. રસ્તામાં તે કોન્વેમાં તેની સાથે રહેલા પોલીસ કર્મચારીઓ સાથે વાત કરવાનું ટાળતો હતો અને સતત તેના ચહેરાના હવા ભાવ બદલાતા હતા. તે પરેશાન દેખાતો હતો. જ્યારે તેને જમવાનું પૂછવામાં આવ્યું ત્યારે જે મળશે એ ચાલશે તેવું કહીને સામાન્ય બ્રેડ અને ચા પીધા હતા જેની વિગત પોલીસ પાસેથી જાણવા મળી છે.

અતીકનો કાફલો પ્રયાગરાજની એકદમ નજીક પહોંચ્યો
અધિક અહેમદને રવિવારે સાંજે 6 વાગે સાબરમતી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારું એન્કાઉન્ટર થઈ જશે ‘મુજે માર દીયા જાયેગા’ ધીમે ધીમે તેને લઇને ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા રાજસ્થાન ત્યાંથી મધ્ય પ્રદેશ અને હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની એકદમ નજીક પહોંચી ગઈ છે. તેને રસ્તામાં બે ત્રણ વખત નીચે ઉતારવામાં આવ્યો હતો.

રસ્તામાં ઉતારવામાં આવતા કહ્યું- ‘મુજે કાહે કા ડર’
ત્યારબાદ મોટો કોન્વે અને અજાણ્યા વાહનો સાથે જોડાતા ગયા ત્યારે એક સમય એવો આવ્યો કે તેને વિશ્વાસ થઈ ગયો હતો કે હવે તેનું એન્કાઉન્ટર નહીં થાય એટલે રસ્તામાં જ્યારે તેને ઉતારવામાં આવ્યો ત્યારે ‘મુજે કાહે કા ડર’ કહેતો હતો. હાલ જે રસ્તા પરથી અતીકને લઇને પોલીસ જઈ રહી છે. ત્યાં લોકો રસ્તામાં ડોનમાંથી ટપોરી જેવી સ્થિતિમાં આવી ગયેલા અતીકને જોવા ઉભા રહી ગયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post