- Gujarati News
- Local
- Gujarat
- UP Police Dispatch Regarding Atik, See Another Alarming Forecast Of Weather Department Seven Big News
એક કલાક પહેલા
- કૉપી લિંક
અતીકને લઈને પ્રયાગરાજ જવા રવાના પોલીસ
ઉત્તર પ્રદેશનો બાહુબલી માફિયા અતીક અહેમદ આખરે ચાર વર્ષ પછી અમદાવાદની સાબરમતી જેલની બહાર નીકળ્યો હતો. બ્લેક સલવાર અને સફેદ સાફામાં ગેંગસ્ટરને બહાર લાવવામાં આવ્યો હતો. તેને યુપી પોલીસ ટાઇટ સિક્યોરિટી હેઠળ પ્રયાગરાજ લઈ જવા નીકળી છે. જેલ બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો. સાંજે છ વાગ્યે અતીકને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદથી રવાના થઈ હતી. સાબરમતી જેલની બહાર લાવીને અતીકને પોલીસવાનમાં બેસાડાયો હતો. એ પહેલાં અતીકે મીડિયા સામે કહ્યું હતું કે, હું મારી હત્યા કરાવવા જઈ રહ્યો છું.લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જેલવાસ ભોગવતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ પોલીસે પરત લઈ જઈ રહી છે. આજે રવિવારે (26 માર્ચ 2023) સવારે સાડા નવ વાગ્યે પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી. ત્યારબાદ જેલ પ્રશાસન સાથે પ્રયાગરાજ પોલીસના કેટલાક અધિકારી અંદર ગયા હતા અને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
ગત 24મી માર્ચે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરી દીધું હતું. ત્યારે ગુજરાતભરમાં આજે 26મી માર્ચે દેખાવો થઈ રહ્યા છે. જેમાં વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યાર રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધરણાં શરૂ થતાં જ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના 150 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ- જેવા નારા લગાવ્યા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.
આપણી સામેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી દેવાની છેઃ પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થશેનવસારીના ગણદેવી તાલુકામાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણે 156 સીટ પર પહોંચ્યા છીએ, 20 સીટ થોડા મત માટે રહી ગઈ છે. 5000 મતથી નીચે આપણે 20 સીટો ગુમાવી છે. થોડો વધારે પ્રયત્ન કર્યો હોત તો 176 પર આપણે પહોંચી જાત. કંઈ વાંધો નહીં બીજીવાર ફરીથી આપણે પ્રયાસ કરીશું. લોકસભા ચૂંટણી અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં આપણી સામે કોઈપણ પાર્ટીના ઉમેદવાર કે અપક્ષ ઉમેદવાર ઉભા રહેશે. તે બધાની ડિપોઝિટ જપ્ત કરાવી દેવાની છે. મેં હમણાં પ્રવાસ શરૂ કર્યો છે મારી કલ્પના છે કે દરેકે દરેક સીટ પાંચ લાખથી વધારે લીડથી જીતાય એ પ્રકારનું પણ આયોજન કરવાનું આપણે વિચારી રહ્યા છીએ.
સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટામાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટો અમદાવાદ PCBએ ઝડપી પાડ્યો છે. PCB છેલ્લા ઘણા મહિનાથી કંપનીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થતું હોવાની બાતમી મળી હતી. જે સંદર્ભે PCBને માધુપુરા વિસ્તારમાં એક કડી મળી અને એક બે નહીં પણ 1800 કરોડના હિસાબ મળી આવ્યા છે. અત્યાર સુધીના સટ્ટાના રેક્ટમાં PCBને સૌથી મોટી સફળતા મળી છે. આ તમામ રૂપિયાનો હવાલો સિંગાપુર અને દુબઇ હવાલા મારફતે થતો હતો. તેમજ ઘરે સામાન્ય વ્યક્તિના એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જતા હતા. આ કંપનીઓ સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતી હતી.અમદાવાદ પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમયે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા સુમિલ કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીએ અહીં રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભેસ્તાનમાં પાંચ વર્ષીય બાળક ટેમ્પા નીચે કચડાયો
સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં દિવ્યાંગ પરિવારના પુત્રનું આઇસર ટેમ્પા નીચે કચડાઇ જતા મોત થયા હોવાની કરૂણ ઘટના સામે આવી છે.બાળક ફૂટપાથ પાસે રમી રહ્યો હતો ત્યારે માતાની આંખ સામે જ ટેમ્પો ચાલેકે 5 વર્ષીય બાળકને કચડી નાખતા મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.માતાની નજર સામે જ બાળક ટેમ્પો નીચે કડચાઈ જતા માતા બેભાન પણ થઈ ગઈ હતી.ઘટનાને પગલે પાંડેસરા પોલીસે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર આવાસમાં રહેતા પ્રકાશ દેવીપૂજક ફ્રૂટ નું વેચાણ અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશની પત્ની લતાબેન ઘર નજીક ફૂટપાટ પર ફ્રુટ વેચી પરિવારને મદદરૂપ થાય છે.ત્યારે પ્રકાશની પત્ની ફ્રૂટ વેંચતા હતા ત્યારે 5 વર્ષીય તેમનો પુત્ર અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. દરમ્યાન રોડની બાજુમાં ફૂટપાથ પાસે આઇસર પાર્ક કરતી વખતે પાંચ વર્ષે બાળકને ટેમ્પા ચાલકે અડફેટે લઈ કચડી નાખ્યો હતો.
દરિયાકાંઠે સ્ટંટ કરવા ભારે પડ્યા
કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકાંઠાની સુંદરતાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. થોડા દિવસ પહેલા માંડવી બીચ પર સહેલાણીઓ ફરવાની મજા લઈ રહ્યા હતા ત્યારે જ ત્રણ થાર જીપના ચાલકો અહીં આવ્યા હતા અને બીચ પર પૂરપાટઝડપે જીપ દોડાવી અવનવા સ્ટંટ શરૂ કર્યા હતા. તોફાની તત્વોના આ સ્ટંટના કારણે સહેલાણીઓમાં ડરનો માહોલ પેદા થયો હતો.માંડવી બીચ પર કાર લઈ સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ થયા બાદ માંડવી પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ત્રણેય કારના ચાલકોની ઓળખ મેળવી ગુનો નોંધ્યો છે અને ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.માંડવી બીચ પર સ્ટંટ કરનારા કરણ મહેશ સોરઠિયા (કાર નંબર GJ18 BQ 5022), આદિત્ય સુરજીતસિંઘ સૈની (કાર નંબર GJ12 FB 7778) અને અંજાર તાલુકાના વરસામેડી ગામનો 19 વર્ષીય આરોપી રૂતુરાજસિંહ વનરાજસિંહ જાડેજા (કાર નંબર GJ36 AF 5959)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.