વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ લોકસભાનું સત્ર મોડે સુધી ચલાવીને સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવ્યાં | The Valsad District Congress Committee alleged that the membership was revoked by running the Lok Sabha session late. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડમાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ આપ્યો હતો. જે દરમિયાન કાર્યલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ પત્રકાર પરિસદનું આયોજન કરીને આગામી દિવસોમાં આ નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા વિરિધ કાર્યક્રમ આપશે તે અંગે જાણકારી આપી હતી. તેમજ લોકસભાનું સત્ર મોડે સુધી ચલાવીને સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવ્યાં હતા.

મોદી ચોર છે તેવું નિવેદન કરવાના મુદ્દે સુરતની કોર્ટમાં પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા જાહેર કરી હતી. જેથી નિયમ અનુસાર રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ કરતો આદેશ લોકસભાના સ્પીકરે કર્યો હતો. જેના વિરોધમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓએ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવા માટે સુરત કોર્ટે ચુકાદો આપ્યો તેજ રાત્રે લોકસભાનું સત્ર મોડે સુધી ચલાવીને સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવ્યાં હતા.

શું છે રાહુલ ગાંધીનો કેસ?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم