વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો સહિત વડીલો પણ ધૂળેટીના રંગમાં રંગમાં રંગાયા હતા. તિથલ દરિયા કિનારે પણ સહેલાણીઓ મન મુકિને જુમી ઉઠ્યા હતા.

વલસાડ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યુવાધન ધૂળેટીના રંગે રંગાળીને હિલોળે ચડ્યું હતું. અબીલ-ગુલાલની સાથે પાણીની પીચકારીઓથી મન મુકીને ધૂળેટી રમ્યા હતા. શહેર અને જિલ્લામાં લોકોએ ધુળેટી પર્વને લઈને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વલસાડના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં સહેલાણીઓ ઝૂમી ઉઠયા હતા. વલસાડના તિથલ બીચ ખાતે સહેલાણીઓએ દરિયાની મજા માણી હતી. સાથે ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઠંડાઈ પી અને કલર સાથે એક-બીજાને રંગી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. કોરોનાના 3 વર્ષ બાદ કોઈ અંકુશો વગર ધુળેટી પર્વની ઉજવણી કરી હોવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી.




