ભરૂચ જિલ્લા પંચાયત ખાતે મહિલા લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા, મહિલાલક્ષી કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું | Various women oriented programs were held at Bharuch Zilla Panchayat, guidance was given regarding women oriented laws | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલા લક્ષી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.

ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પંચાયત આરોગ્ય શાખા ભરૂચ,સ્ત્રીમંડળ અને નર્મદા મહિલા સહકારી મંડળી ભરૂચના સહયોગથી બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલા લક્ષી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાલક્ષી કાયદાકીય અને સાઈબર ક્રાઈમ અંગે જાગૃતિ તેમજ સલામતી અને સશક્તિકરણમાં વાલીઓનું યોગદાન અંગે માર્ગ દર્શન પૂરું પાડવા આવ્યું હતું સાથે મહિલાઓને લગતી વિવિધ સરકાર યોજનાઓ સહીત મહિલાઓની સમસ્યા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એન.દુલેરા,પીએનડીટી એડવાઈઝર કમિટીના ચેરમેન વાસંતીબેન દીવાનજી,જાહનવીબેન ભટ્ટ,પી.આઈ. કરણસિંહ ગઢવી અને નીતાબેન પટેલ સહીત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post