ગોધરા જાફરાબાદ ફાટક બંધ કરતી વખતે વાહનો અટવાયા; નાગરિકોની સજાગતાને લીધે આબાદ બચાવ થયો | Vehicles stuck while closing Godhra Jafarabad Gate; Abad was saved due to the vigilance of the citizens | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના જાફરાબાદ દશામાં રેલ્વે ફાટક પાસે સાંજના સુમારે એક ટ્રેન આવી રહી હતી. જેથી ફાટક પરના કર્મચારી ફાટક બંધ કરી રહ્યા હતા, પરંતુ ટ્રાફિક વધારે હોવાના લીધે અને ત્યાં અંડર ગ્રાઉન્ડની કામગીરી ચાલુ હોવાના કારણે કલાકો સુધી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

આજે એક પેસેન્જર ટ્રેન એકદમ નજીક આવી રહી હતી, ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ પોતાના વાહનો લઇને અટવાઈ ગયા હતા. પરંતુ આજુબાજુ ઉભા રહેલા કેટલાક જાગૃત લોકોએ ફટાફટ ફાટકની વચ્ચોવચ અટવાઈ ગયેલા વાહનોને બહાર કાઢી લેતા મોટી જાનહાની થતા બચાવી લીધી હતી. જો વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ ઊભા થઈ રહ્યા હોત તો આજે ઘણા બધા વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાયો હોત. પરંતુ આજુબાજુ ઉભેલા લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી.

ગોધરા શહેરના જાફરાબાદ પાસે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રેલવે ટ્રેક પર ટ્રેન પસાર થવાના સમયે ફાટક બંધ કરતી વખતે અવર જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો રેલ્વે ટ્રેક પર અટવાયા હતા. જેમાં ફાટક પર અટવાઈ ગયેલા વાહન ચાલકોનો જીવ જોખમાં મુકાયો હતો. હાલ સ્થાનિકોમાં રેલ્વે તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post