દહેગામના પહાડીયા ગામે બે જૂથ વચ્ચે શાબ્દિક બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, સામસામે પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ | A verbal altercation escalated between two groups in Pahadia village of Dehgam, police complaint | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

દહેગામના પહાડીયા ગામે સર્કસ જોવા ગયેલા બે જૂથ વચ્ચે જુની અદાવતમાં થયેલી શાબ્દિક બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને પક્ષોએ એકબીજાના ઘરો ઉપર પથ્થરમારો કરતાં ગામમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવના પગલે રખીયાલ પોલીસે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામના પહાડીયા ગામમાં રહેતા 24 વર્ષીય ભરતસિંહ ફતેસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે, આજથી આશરે ત્રણેક દિવસ પહેલા ગામમા સર્કસ આવ્યું હોવાથી ગઈકાલે રાત્રે તે તેના ઘરના સભ્યો લક્ષ્મણજી મગનજી ઝાલા, કાળાજી મગનજી ઝાલા, રમેશજી સદાજી ઝાલા તથા અનિલસિંહ ફતેસિંહ ઝાલા સાથે શક્તિ માતાના મંદીર આગળ સર્કસ જોવા ગયો હતો.તે વખતે ગામના નરેશસિંહ અંદરસિંહ ઝાલા સુરેશસિંહ દિપસિંહ ઝાલા, સંજયસિંહ અરવિંદસિંહ ઝાલા તથા મહોબતસિંહ જેણસિંહ ઝાલા પણ સર્કસ આવ્યા હતા. ત્યારે છ મહિના અગાઉ થયેલા ઝધડાની અદાવત રાખી ઉક્ત લોકો શાબ્દિક બોલાચાલી કરતા હતા. આથી ભરતસિંહ સહિતના ઘરના સભ્યો ઘરે જતાં રહ્યાં હતાં. તેમ છતાં બધાએ ભેગા મળી ઘર આગળ જઈ ગાળાગાળી કરીને પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી ગભરાઈને ભરતસિંહ સહિતના ઘરમાં જઈ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે ઉક્ત ઈસમોએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

બીજી તરફ ગામના 26 વર્ષીય નવીનસિંહ કનુજી ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે પણ ઘરના સભ્યો સાથે સર્કસ જોવા ગયો હતો. એ વખતે લક્ષ્મણજી મગનજી ઝાલા, કાળાજી મગનજી ઝાલા, રમેશજી સદાજી ઝાલા તથા ભરતજી ફતાજી ઝાલાએ બોલીઓ કરતા હતા. જેથી તે ઘરના સભ્યો સાથે પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યારે ઉક્ત ચારેય ઈસમોએ ઘર આગળ આવી ગાળાગાળી કરી પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં બંને પક્ષના સભ્યોને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. આ અંગે રખીયાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم