Friday, March 31, 2023

મહુવામાં સ્કૂલના આચાર્યના વિરોધમાં ગામ લોકોએ આંદોલન કર્યું; બી આર સી ભવનમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું | Villagers protest against school principal in Mahuva; Local people protested at BRC Bhavan | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

મહુવા તાલુકાના વઘનગર, સુંદરનગર તેમજ રામદૂતનગરના રહીશોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ખોટી રીતે બિલ રજૂ કરીને ભષ્ટ્રાચાર કરી રહ્યા છે. તે બાબતે સ્થાનિક લોકોએ આચાર્યને અનેકવાર સમજવામાં આવ્યા પરંતુ સ્કૂલના આચાર્ય માનતા જ નહોતા. જેથી સ્થાનિક રહીશોએ આજે બી આર સી ભવનમાં આવીને જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી.

ગામના લોકો ટોળાં સાથે બેનર લઈને બી આર સી ભવનના ગ્રાઉન્ડમાં બેસીને સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આચાર્યના તાત્કાલિક ધોરણે બદલી કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ જવાબદાર અધિકારીએ સ્થાનિક લોકોના પ્રશ્ન સભાળીને કાર્યવાહી કરીશ તેવી ચોક્કસ ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.