Wednesday, March 22, 2023

વડોદરાના VIP રોડ પર અકસ્માતમાં યુવાન લોહીલુહાણ થઈ ગયો, રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ફટકાર્યો | Activa driver hit by car driver on Vadodara's VIP road, people hit car driver as youth bleeds | Times Of Ahmedabad

વડોદરા44 મિનિટ પહેલા

વડોદરા શહેરના VIP રોડ બ્રાઇટ સ્કૂલ સામે અમિતનગર સર્કલ તરફ જવાના માર્ક ઉપર પૂરપાટ પસાર થઈ રહેલા કારચાલકે એક્ટિવા ચાલકને અડફેટમાં લીધો હતો. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને હરણી પોલીસના હવાલે કરી દીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, કારનું આગળનું ટાયર નીકળી ગયું હતું. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા બચી ગઈ હતી.

કાર ડિવાઇડરમાં ભટકાઈ
વડોદરા શહેરના VIP રોડ પર બ્રાઇટ સ્કૂલની સામે એક યુવાન એક્ટિવા ઉપર અમિતનગર સર્કલ તરફ જઇ રહ્યો હતો. તે સમયે વુડા સર્કલ તરફથી એક કારચાલક પણ અમિતનગર સર્કલ તરફ જઈ રહ્યો હતો. પૂરપાટ જઇ રહેલા કારચાલકે આગળ જતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ કાર રોડની વચ્ચે ડિવાઇડર ઉપર અથડાવી હતી.

એક્ટિવા ચાલકને ટક્કર મારનાર કારચાલકને લોકોએ માર માર્યો.

એક્ટિવા ચાલકને ટક્કર મારનાર કારચાલકને લોકોએ માર માર્યો.

યુવાન લોહીલુહાણ થઇ ગયો
બપોરના સમયે બનેલા અકસ્માતનો અવાજ આવતા જ સ્થાનિક લોકો બચાવ માટે દોડી ગયા હતા અને કારની ટક્કરથી ફંગોળાઇ ગયેલા એક્ટિવા ચાલકને રોડની સાઇટ ઉપર બેસાડી દીધો હતો. રોડ ઉપર ફંગોળાયેલા એક્ટિવા ચાલકને માથામાં તેમજ હાથ-પગમાં ઇજાઓ પહોંચતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેના એક્ટિવાને પણ નુકસાન થયું હતું. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં રવાના કરાયો હતો.

લોકોએ કારચાલકને લાતો અને લાફા માર્યા હતા.

લોકોએ કારચાલકને લાતો અને લાફા માર્યા હતા.

કારનું ટાયર છૂટું પડી ગયું
તો બીજી બાજુ ટોળાએ એક્ટિવા ચાલકને અડફેટે લેનાર કારચાલકને ઝડપી લઈને મેથીપાક ચખાડ્યો હતો. કારચાલકના લોકોએ કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. કાર એક્ટિવા ચાલકને અડફેટે લઇને રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ભટકાતા કારનું આગળનું ટાયર પણ છૂટું પડી ગયું હતું. આ બનાવને પગલે એકઠા થઇ ગયેલા સ્થાનિક લોકોનો કારચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

કારનું આગળનું ટાયર તૂટી ગયું હતું.

કારનું આગળનું ટાયર તૂટી ગયું હતું.

કારચાલક નશામાં હોવાનો આક્ષેપ
દરમિયાન આ બનાવની જાણ સામાજિક કાર્યકર કમલેશ પરમારને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ હરણી પોલીસને કરી હતી. હરણી પોલીસ બનાવની જાણ થતાં દોડી આવી હતી, અને સ્થાનિક લોકોનાં ટોળાનો રોષનો ભોગ બનેલા કારચાલકને પોલીસ મથકમાં લઇ ગઇ હતી. સામાજિક કાર્યકર કમલેશ પરમાર અને સ્થાનિક લોકોએ કારચાલક નશામાં ધૂત હોવાનો આક્ષેપ કર્યો હતો.

કારચાલક નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

કારચાલક નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

અવાર-નવાર અકસ્માત થાય છે
અકસ્માતના આ બનાવ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, VIP રોડ ગેંડા સર્કલથી અમિતનગર સર્કલ રોડ ઉપર અવાર-નવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. આજે બપોરે પણ નશામાં ધૂત કારચાલકે એક્ટિવા ચાલક યુવાનને અડફેટમાં લીધો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ, આ માર્ગ ઉપર અવાર-નવાર બની રહેલા અકસ્માતો અંગે વાહનોનું વધેલું ભારણ અને રોડ ઉપર આડેધડ થતું પાર્કિંગ જવાબદાર છે. આ માર્ગ ઉપર અકસ્માતો અંગે કાયમી ઉકેલ લાવવાની જરૂર છે. આ બનાવ અંગે હરણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતમાં એક્ટિવાને નુકસાન થયું હતું.

અકસ્માતમાં એક્ટિવાને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: