વિસનગરમાં આધાર-પાન કાર્ડ લિંક કરાવવા સંદર્ભે વિસનગર મામલતદાર કચેરીએ લાઈનો લાગી; જોકે નવી તારીખ જાહેર થતાં લોકોને રાહત | Visnagar Mamlatdar office got queued for Aadhaar-PAN card linking in Visnagar; However, people are relieved when the new date is announced | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરમાં મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરીને લઈ અરજદારોનો સવારથી જ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 31 માર્ચ સુધીમાં આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આજે જ બંનેને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. અરજદારો આધારકાર્ડની કામગીરી કરાવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રોજના 100થી વધુ આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ નવા સેન્ટરો ખોલવા માટે પણ અરજદારોએ માગ ઉઠાવી છે.

સરકાર દ્વારા હવે 30 જૂન સુધી આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે જોડવાની જાહેરાત કરતા લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે. જો આધારકાર્ડ ધારક આ તારીખ સુધીમાં પાનકાર્ડ લિંક નહીં કરાવે તો બેન્ક પેનલ્ટી ભરવી પડશે. તેને લઈ આધારકાર્ડ કેન્દ્ર પર સુધારા વધારા સહિતના કામો ને લઈ ભારે ભીડ જોવા મળી રહી છે. વિસનગર શહેર સહિત તાલુકાના ગામડાઓમાંથી પણ અરજદારો આધારકાર્ડની કામગીરી કરાવવા મટે આવી રહ્યા છે. જેને લઈ સવારથી ટોકન આપવામાં આવે છે. ટોકન લેવા માટે પણ વહેલી સવારથી જ લાઈન જોવા મળી છે.

મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્રમાં યુવાનો સહિત સિનિયર સિટીઝન પણ સુધારા વધારા કરાવવાની કામગીરી કરાવવા મટે આવી રહ્યા છે. જેમાં તેમને લાઈનમાં ઊભા રહેવાની તકલીફ પડે છે. જનસેવા કેન્દ્ર પર બેસવા માટે બેન્ચ પણ તૂટેલી હાલતમાં છે. આ તૂટેલી બેન્ચ પર પણ અરજદારો બેસવા માટે મજબૂર બન્યા છે. જેમાં આધારકાર્ડની કામગીરીને સરળ બનાવવા માટે બીજા પણ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post