الاثنين، 27 مارس 2023

વલસાડના કૈલાશ રોડ ઉપર દીવાલ પડતા શ્રમિક નીચે દબાયો, ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત | Wall falling on Valsad's Kailash road crushed worker, died on the spot with serious injuries | Times Of Ahmedabad

વલસાડ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ શહેર નજીક આવેલા કૈલાશ રોડ ઉપર મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક મકાનની દીવાલ તૂટી પડતા એક મજૂર દીવાલ નીચે દબાઈ ગયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીવાલ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી.

વલસાડ શહેર નજીક આવેલા કૈલાશ રોડ ઉપર આવેલા વૈશાલી પાર્કમાં રહેતા રામ પ્રજાપતિના મકાનનું રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મકાનની દીવાલ અચાનક તૂટી પડતા મકાનમા મજૂરી કામ કરી રહેલા 30 વર્ષીય શ્રમિક ચંપક પરભુભાઈ શિંગાળા દીવાલ નીચે દબાઈ ગયો હતો. જેથીઆજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસ અને 108 તેમજ નગર પાલિકાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરવા આવી હતી. સ્થાનિક લોકોએ દિવાલનો કાટમાળ ખસેડી ચેક કરતા ચંપક શિંગાળા નામના શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ સીટી પોલીસની ટીમે તાત્કાલિક લાશનો કબ્જો મેળવી ઘટના સ્થળે કોન્ટ્રાક્ટર અને મકાન માલિકનું નેવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના ખાનગી CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.