Header Ads

પોરબંદર એરપોર્ટથી ફરી ફ્લાઇટ શરૂ કરવા માગ; કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સાથે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી | Want to resume flights from Porbandar airport; A presentation was made to the Union Aviation Minister | Times Of Ahmedabad

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદર એરપોર્ટ ફરી કાર્યરત થાય અને ફ્લાઇટો શરૂ થાય તે માટે લોકસભા સાંસદ રમેશ ધડુક અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ઉડ્ડયન મંત્રી સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમજ રાજકોટને વધુમાં વધુ ફ્લાઇટની કનેક્ટિવિટી મળે તે માટે યોગ્ય કરવા પણ રજૂઆત કરી હતી.

કેન્દ્રીય કેબિનેટ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યસિંહ સીન્ધયા સાથે મુલાકાત કરી બન્ને સાંસદો એ સાથે રજૂઆત કરી અને પોરબંદર એરપોર્ટ ફરી કાર્યરત થાય તથા રાજકોટ એરપોર્ટને વધુ ફ્લાઈટની કનેક્ટીવીટી મળે તે માટે રજૂઆત કરતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી એ સકારાત્મક અભિગમ રાખી જલ્દી નિરાકરણ થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદરના બન્ને સાંસદો દ્વારા પોરબંદરનું એરપોર્ટ ધમધમતું થાય તે માટે અગાઉ લેખિત રજૂઆત સાથે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. ત્યારે આ બન્ને સાંસદોની મહેનત જલ્દી સફળ થશે તેવા સંકેતો મળી રહ્યા છે. પોરબંદરના એરપોર્ટ ઉપરથી અપેક્ષિત ફ્લાઇટો વહેલી તકે ઉડાન ભરશે તેવી શક્યતા પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.