الجمعة، 31 مارس 2023

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહ્યા હતા; ખોરાકમાં કંઈક આવી જતાં અચાનક તબિયત બગડી | was undergoing training at Godhra Police Head Quarters; Sudden health deterioration due to something in the food | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસઆરપી ગ્રુપ 17ના તાલીમ લઈ રહેલા 19 જેટલા તાલીમાર્થીઓને રાત્રિ દરમિયાન ખોરાકમાં કંઈક ખાવામાં આવી જતા તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓની તબિયત સુધારામાં જોવા મળી રહી છે.

ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનમાં જામનગર જિલ્લામાં આવેલા ચેલા એસઆરપી ગ્રુપ 17ના 176 જેટલા તાલીમાર્થીઓ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન ખોરાકમાં કંઈક ખાવામાં આવી જતા 19 જેટલા એસઆરપી જવાનોની તબિયત રાત્રી દરમિયાન લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર લઇ રહ્યા છે.

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસઆરપી ગ્રુપ 17ના તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને ખોરાકમાં કંઈક ખાવામાં આવી જતાં તેમની તબિયત અચાનક બગડી હતી. રાત્રે ભોજન બાદ તમામની તબિયત લથડી હતી. 19 જેટલા જવાનોને વહેલી સવારે ઝાડ ઉલટી થતા તમામને ગોધરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.