- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- When The Trustees Decided To Sell The Land In Rajkot, The Students Fought A Legal Battle, Finally Canceling The Land Transaction
રાજકોટ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
રાજકોટના ટાગોર રોડ પર આવેલ આઝાદી કાળની વિરાણી હાઇસ્કુલના મેદાનની જમીન વેચવાના વિવાદાસ્પદ અને ચોંકાવનારો નિર્ણય શાળાના ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇ વગેરેએ કર્યો હતો. જેની સામે શાળાના મેદાનને બચાવવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી. જેમાં વિદ્યર્થિઓના હિતમાં નિર્ણય કરી જમીન મુળ સ્થિતિ અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
કલેકટરની લેખિત પરવાનગી લેવી જરૂરી
વિરાણી હાઇસ્કુલના પૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપળીયાએ કલેકટર કચેરીને વિગતવાર વાંધાઓ રજુ કરી વિરાણી હાઇસ્કુલ વાળી જમીન ચો.વા. 49,720 એટલે કે પૂરેપૂરી જમીન તા.20.12.1951 ની સનદ નં.1 નમુનો ‘એન’ થી નકકી કરેલ શરતો સાથે અપાયેલ જમીન છે. આ સનદમા પાયાની શરત એ છે કે જમીન વિરાણી હાઇસ્કુલ કરવા માટે આપવામા આવી છે. આ જમીનનો કોઇ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ કોઇ નફો મેળવી શકાશે નહી તેવી સ્પષ્ટ શરતો સાથે આપવામા આવેલ છે તેટલુ જ નહી આ જમીન વિરાણી હાઇસ્કુલના શૈક્ષણિક હેતુ માટે આપેલ હોય કલેકટરની લેખિત પરવાનગી મેળવ્યા સિવાય આ જમીન કે તેનો કોઇ ભાગ શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય હેતુ માટે વાપરવાની મનાઇ કરવામા આવી છે.
વિરાણી હાઇસ્કુલના પૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપળીયા
ઇપણ પ્રકારે ભાડે આપી ન શકાય
વિરાણીની જમીનના પાયાના ટાઇટલમા રહેલ સનદની શરતો સ્પષ્ટ છે અને તે મુજબ ટ્રસ્ટ આ જમીન કોઇપણ પ્રકારે ભાડે આપીને કે નફો મેળવવાને લગતા કોઇ વ્યવહાર કરવા હકકદાર થતા નથી. એટલુ જ નહી શૈક્ષણિક હેતુ સિવાય અન્ય ઉપયોગ પણ સંસ્થા કરી શકતી નથી. આવી અગત્યની શરતો રેકર્ડ પર હોવા છતા શરતોનુ ઉલ્લંઘન કરીને સંસ્થા દ્વારા એટલે કે વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા જમીન વેચવાની ટ્રસ્ટ એકટની કલમ-36 હેઠળની બદઇરાદા સાથે કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા.
નિયમ મુજબ વળતર ચૂકવી દીધું
પૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપળીયાએ વાંધાઓમા વિશેષ જણાવેલ છે કે મુળ ખાતેદાર વાલજી સામજી પાસેની સઘળી જમીન એકર 46.20 ગુઠા પૈકી 40.24 ગુઠા જમીન સરકારે સંપાદન ધારા તળે સંપાદન કરીને સોમજી જીવાને નિયમ મુજબ વળતર ચૂકવી આપેલ છે. શેષ વધતી જમીન એકર 5.26 ગુઠા વાલજી સોમજીએ બિન-ખેતી માટે પરવાનગી માંગતા માપણી ખાતા પાસે માપણી કરાવતા ખાતેદાર પાસે એકર 5.26 ગુઠા સ્થળ ઉપર ઉપલબ્ધ જણાયેલ નહી પરંતુ માત્ર એકર 3.03 ગુઠા જમીન બિનખેતીની પરવાનગી આપવામા આવેલ જે જમીન રેલ્વે પાટાથી આથમણી તરફની બાજુએ છે તેવા વાંધાઓ જે તે સમયે લીધેલ.
આઝાદી કાળની વિરાણી હાઇસ્કુલ
સનદ ઇસ્યુ કરવામાં આવી
પ્રાંત અધિકારી રાજકોટના તા. 18.03.2023 ના રોજ જાહેર કર્યા ચુકાદાના તારણ અનુસાર સવાલ વાળી જમીન કલેકટર મઘ્ય સૌરાષ્ટ્ર દ્વારા વિરાણી હાઇસ્કુલને ફાળવવામાં આવેલ છે. જે જમીન અંગે ખેતી સીવાયના ખેતી વગરના કામ માટે ઉપયોગમાં લીધેલી જેનો આકાર 48 મી કલમની રૂ એ બદલ્યો હોય ત્યારે આપવાની સનદ ઇસ્યુ કરવામાં આવેલ છે. (નમુનો-એન) (કાનુન-87-બી) ‘‘સદરહું સનદમાં સવાલ વાળી જમીનનું કુલ ક્ષેત્રફળ 49,720 ચો.વા. અને સ.નં. 427 દર્શાવેલ છે. આ સનદના શેરામાં આ જમીનનો કોઇપણ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ નફો મેળવી શકાશે નહી” તે મુજબનો ઉલ્લેખ થયેલ છે. આ સનદ કલેકટર મઘ્ય સૌરાષ્ટ્ર દ્વારા તા.220.12.1951ના રોજ ઈશ્યુ કરવામાં આવેલ છે. આ જમીનની સરવેયર રાજકોટ દ્વારા માપણી કરીને સ્કેચ બનાવવામાં આવેલ છે જે સ્કેચમાં પણ સદરહું જમીનનું ક્ષેત્રફળ 49,720 ચો.વા. દર્શાવેલ છે.
જમીન શામજી વેલજીના નામે
સી.સ.કચેરી દ્વારા સવાલ વાળી જમીન અંગે મિલ્કત કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે જે મિલ્કત કાર્ડમાં સવાલ વાળી જમીનનો સી.સ.નં.2650 ક્ષેત્રફળ ચો.મી. 41523-36 અને સતાપ્રકાર-સી દર્શાવેલ છે અને જમીનના ધારણકર્તા તરીકે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને દર્શાવેલ છે. રાજકોટ શહેરના રે.સ.નં.427 સી.સ.વોર્ડ નં.15 સી.સ.નં.2650 માં દાખલ કરવામાં આવેલ નોંધ નં.5990 રદ કરી સવાલ વાળી જમીન મુળ સ્થિતિ અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા માટે આથી હુકમ કરવામાં આવે છે.