- Gujarati News
- Local
- Gujarat
- Patan
- While Going To Cross The Radhanpur Railway Track, The Tractor Got Stuck, At The Same Time There Was A Commotion When The Goods Train Came.
પાટણ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ અને ચલવાડા વચ્ચે ટ્રેક્ટર ચાલક રેલવેના પાટા ક્રોસ કરવા જતા ટ્રેક્ટર ફસાઈ ગયુ હતું. જેથી અફડાતફડી મચી હતી. જે બાદ ટ્રેક્ટરને રેલવે પાટા વચ્ચે જ મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રેક્ટર માલિકની શોધખોળ હાથ ધરી છે. આ બાબતે મળતી માહિતી માહિતી મુજબ રાધનપુર રેલવે હદ વિસ્તારની અંદર રાધનપુર તાલુકાના ચલવાડા અને દેવગામ વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનની અંદર વગર રસ્તે રેલવેના પાટા ક્રોસ કરવા જતાં ટ્રેક્ટર ફસાયું હતું અને તે જ સમયે સામેથી માલગાડી આવતાં અફડાતફડી મચી હતી. જોકે, પાટા પર ટ્રેક્ટર ફસાયેલું જોઈ માલગાડી ચાલકે ગાડીને બ્રેક મારી રોકી દેતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. આ બાબતની જાણ માલગાડીના ચાલક દ્વારા રાધનપુર રેલવે પોલીસને કરતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટરનો કબજો લઈ ટ્રેક્ટર માલિકની શોધ ખોળ હાથ ધરી હતી.