No results found

    WIRCના અમદાવાદ ચેપ્ટર દ્વારા યુવા કંપની સેક્રેટરીઓ માટે વાર્ષિક 8 લાખના પેકેજની જોબ ઓફર | Ahmedabad Chapter of WIRC Job Offer for Young Company Secretaries with a package of 8 lakhs per annum | Times Of Ahmedabad

    અમદાવાદ20 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરિઝ ઓફ ઇન્ડિયાના WIRCના અમદાવાદ ચેપ્ટર દ્વારા યુવા કંપની સેક્રેટરીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમણે 1 એપ્રિલ 2018ના રોજ અમદાવાદ ચેપ્ટરના અધ્યક્ષ સી. એસ. અલય વસાવડા અને અમદાવાદ ચેપ્ટરની પ્લેસમેન્ટ સબ-કમિટીના અધ્યક્ષ સી. એસ. પાર્શ્વ શાહે તેજસ્વી પ્રતિભા અને શ્રેષ્ઠ લોકોને લાવવા માટે આ પહેલ કરી હતી.

    35થી વધુ યુવા કંપનીએ રજીસ્ટ્રેશન કરાવ્યું
    આ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ દરમિયાન 20 થી વધુ કંપનીઓ અને PCS કંપનીઓએ ભરતી કરનાર તરીકે ભાગ લીધો છે. જ્યારે 35થી વધુ યુવા કંપની સેક્રેટરીઓએ આ ડ્રાઈવ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને કોર્પોરેટ અથવા PCS કંપનીઓમાં જોડાવાની તૈયારી દર્શાવી છે. ઉમેદવારોને 3 લાખથી લઈને 7 સુધીના પેકેજની ઓફર કરવામાં આવી છે. આ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરીને, ICSIના WIRCનું અમદાવાદ ચેપ્ટર રોજગાર સર્જન દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા માટે એક પગલું આગળ વધ્યું છે.

    ઉમેદવારને વાર્ષિક 8 લાખના પેકેજની ઓફર
    જે ઉમેદવારોએ સીએસ ક્લીયર કર્યું છે, તેમજ એવા ઉમેદવાર કે જેમણે એક વર્ષ પૂર્ણ કર્યું છે, તેઓ માટે જોબ પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઈન્ટરવ્યું યોજાયા હતા. જેમાં જાણીતી 24 જેટલી કંપનીઓ દ્વારા જોબ પ્લેસમેન્ટ માટે ઈન્ટરવ્યું કર્યાં હતા. જેમાં 68 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. ફ્રેશર ઉમેદવારને વાર્ષિક 4થી 5 લાખના પેકેજની જોબ ઓફર કરવામાં આવી હતી. જ્યારે 1 વર્ષ કરતા વધુ અનુભવી ઉમેદવારને વાર્ષિક 8 લાખ સુધીના પેકેજની જોબ ઓફર કરવામાં આવી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال