Thursday, March 23, 2023

ધ્રોલમાં ખાનીગ ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 11 શખ્સોએ ચાર વ્યકિત પર હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી | Armed clash between managers of Khanig Travels in Dhrol, 11 men attack four persons, vandalize office | Times Of Ahmedabad

જામનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લાના ધ્રોલમાં ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વચ્ચે પેસેન્જર ભરવા બાબતે બબાલ થઈ હતી, અને ખારવા ચોક વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસમાં 11 જેટલા શખ્સોએ ઘસી જઇ તોડફોડ કર્યાની અને ટ્રાવેલ્સ સંચાલક સહિત ચાર વ્યક્તિ પર હીચકારો હુમલો કર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ખારવા ચોકમાં આશાપુરા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવતા વિસુભા રણુંભા ગોહિલ નામના ટ્રાવેલ્સના ધંધાર્થીએ પેસેન્જર ભરવા બાબતે તકરાર કરી પોતાની ઓફિસમાં આવીને તોડફોડ કરવા અંગે. તેમજ પોતાના ઉપર અને દિવ્યરાજસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે પર હૂમલો કરી માર મારવા અંગે 12 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સામા જૂથના સંજયસિંહ બળવંતસિંહ જાડેજા, જગતસિંહ નારુભા જાડેજા, નિર્મળસિંહ બળવંતસિંહ જાડેજા, ભગીરથસિંહ કેશુભા જાડેજા,રવિરાજસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા, તથા અન્ય ચાર અજણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હોવાથી ધ્રોલ પોલીસે તમામ 11 આરોપીઓ સામે રાઇટીંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે,અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ને ધોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે. આ બનાવને લઈને ભારે તંગદીલી ફેલાઈ હતી. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.