નવસારી19 મિનિટ પહેલા
- કૉપી લિંક

જલાલપોરના ખરસાડ ગામના ખોડીયાર માતાના મંદિરમાં મેન્ટનાન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે મંદિર ઉપરથી પસાર થતાં વીજલાઈનમાં કામદાર અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. મંદિર પર સાફ સફાઈ કરતી વખતે કામદાર ભગુ પાગીને કરંટ લાગતા તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને યુવાનને સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ ડોક્ટરે મૃત્યુ થયાનું જાહેરાત કર્યું હતું. ગામમાં માતાજીના મંદિરની સાફ-સફાઈ કરતી વખતે ઘટના બની હતી. વીજ લાઈન બંધ હોવા છતાં કરંટ પાસ થતા કામદારનું મોત થયું હતું. મરણ જનાર યુવાન ભગુ પાગિ મૂળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો રહેવાસી છે. મજૂરી કામ અર્થે ખડસડ ગામમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો. ત્યારે મંદિર નજીક આવેલા વીજ લાઈનને ખસેડવા માટે સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરી હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનાને લઈને જલાલપોર પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ નોંધ કરવામાં આવી છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.