Monday, March 13, 2023

આણંદમાં કારે ટેમ્પીને ટક્કર મારતાં યુવકનું મોત, ખેતરમાંથી શાકભાજી ભરી આવી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો | A young man died after his car hit a temple in Anand, the accident occurred while he was filling vegetables from the farm. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Young Man Died After His Car Hit A Temple In Anand, The Accident Occurred While He Was Filling Vegetables From The Farm.

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ પાસેના અંધારીયા ચકલા પાસે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે આગળી જતી ટેમ્પીને ટક્કર વાગી હતી. જેના કારણે ટેમ્પી પલટી જતાં તેમાં સવાર આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદના નાવલી ગામે રહેતા કિશનકુમાર શાંતિલાલ ઠાકોર શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ શાકભાજીની હેરફેર માટે લોડીંગ ટેમ્પી લીધી હતી. દરમિયાનમાં 13મી માર્ચ,23ના રોજ કિશનના કાકાનો દિકરો ધર્મેશ ચેતનભાઈ ઠાકોર ટેમ્પીમાં કોબીજ ભરી આણંદ આવવા નિકળ્યાં હતાં. તેઓ અંધારીયા ચકલા પસાર થઇ આણંદ તરફ જતા હતા, તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકની બેદરકારીના કારણે ટેમ્પી હડફેટે ચડી ગઈ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે ટેમ્પી ઉછળી પલટી ગઇ હતી. જેની નીચે ધર્મેશ દબાઇ ગયો હતો અને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…