ગીરગઢડાના આંકોલાળી ગામના યુવાને બાઈક પર કાબુ ગુમાવતાં સ્લીપ થઈ ગઈ, યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યુ | A young man from Ankolali village of Girgarhda fell asleep after losing control of his bike, the young man died of serious head injuries. | Times Of Ahmedabad

ઉના22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગીરગઢડાના આંકોલાળી ગામે રહેતો યુવાન પોતાની બાઇક પર કામ માટે ઉના ગયો હતો અને ત્યાંથી પરત ઘરે જતો હતો. એ દરમિયાન અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.

આંકોલાળી ગામે રહેતા રામજી લાખાભાઇ વાજા પોતાની બાઈક નં. જીજે 5 એમસી 4839 પર ઉના કામ માટે ગયેલા હતા અને પરત ઘરે જતાં હતાં ત્યારે ભેભા ગામના જાપા નજીક પહોંચ્યા ત્યારે અચાનક બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ જતા અક્માત સર્જાયો હતો. જેમાં યુવાન નીચે પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અક્સ્માત થતા લોકો એકત્ર થઈ જતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયેલી અને ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલા હતા. ત્યાં હાજર રહેલા તબીબે તપાસ કરેતા મૃત જાહેર કરેલો હતો. જોકે યુવાનનું અકસ્માતમાં મોત નિપજતાં તેમનાં પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم