ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર શહેરના ડોન ચોક પાસે મોટરસાયકલ અને કાર અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવવાની ઘોઘારોડ પોલીસ સ્ટેશન માંથી મળતી વિગત મુજબ જૂનાગઢના કૈલાશનગર ખાતે રહેતા અનિલભાઈ જયંતીભાઈ ગોહિલે ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર આનંદનગર ખાતે રહેતા અનિલભાઈના સાળા કમલેશભાઈ દેવજીભાઈ વાઘેલાના દીકરા અંકીતના લગ્ન પ્રસંગે અનિલભાઈ તથા તેના પત્ની તથા તેનો પુત્ર ભાગ્યેશ ગઈ તા.9-3-2023ના રોજ આવેલ હતા. તા.9-3-23ના રોજ અંકીતના લગ્નમાં રાત્રીના દાંડીયારાસ પુરા કરી મોડી રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ અનિલભાઈના સબંધી મોટરસાયકલ નં.GJ-04-DQ-4222 લઈને ભાગ્યેશ તથા સાઢુભાઈ કિર્તીકુમારનો પુત્ર ધ્રુવ બન્ને રાધામંદીર પાસે આવેલ બ્લીસ હોટલે અનિલભાઈના જમાઈ વિનાયકને હોટલની ચાવી દેવા જતા હોય ત્યારે ડોન ચોક મોલીધર પાન પાસે પહોંચતા પાછળથી કાર નં.GJ-0 4-CA-7376 ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બે ફીકરાઈથી ચલાવી ભાગ્યેશનાં મોટરસાયકલ સાથે પાછળથી અથડાવી દેતા બંને યુવાનોને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ભાગ્યેશભાઈને મૃત જાહેર કર્યા હતા જ્યારે ધ્રુવને ઈજાગ્રસ્ત હાલતાં સારવાર હેઠળ લેવામાં આવ્યો હતો આ બનાવ અંગે મૃતકના પિતાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મૃતક સરકારી નોકરી માટે તૈયારી કરતો હતો
જાણવા મળેલી માહિતી મુજબ મૃતક યુવાન સરકારી નોકરી મેળવવા પરીક્ષા આપી રહ્યો હતો અને મૃતક અનિલભાઈના બે સંતાનોમાં પુત્રી સાસરે છે અને પુત્ર એકનો એક હોય આ ઘટનાને પગલે દંપતી પડી ભાંગ્યું હતું. આ અંગે બી-ડીવીઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
