અમદાવાદના વસ્ત્રાલમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લીધો માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ | A young man was run over by a stray cattle in Vastral, Ahmedabad, admitted to hospital with serious head injuries | Times Of Ahmedabad

અમદાવાદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. રસ્તે રખડતા ઢોર હવે લોકો માટે મોત બની રહ્યા છે. ના વસ્ત્રાલ વિસ્તારમાં સોસાયટીની બહાર ઉભેલા યુવકને એક રખડતા ઢોરે અડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે યુવકને હાલ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરમાં રખડતા ઢોરોના કારણે લોકો હવે હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હોય તેવી આ બીજી ઘટના છે. રખડતા ઢોરોના કારણે રોડ ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ની ઢીલી કામગીરી સાબિત થઈ છે. રખડતા ઢોરના કારણે લોકોને ઈજાઓ પહોંચી છે ત્યારે આવા પશુ માલિકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ કરવામાં આવતી નથી.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાછળ આવેલી શાશ્વત માધવ 3 સોસાયટી પાસે રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ રાજુભાઈ પ્રજાપતિ નામનો યુવક સોસાયટીની બહાર જ રોડ ઉપર ઉભો હતો ત્યારે એક રખડતી ગાય આવી હતી અને યુવકને શિંગડું માર્યું હતું. જેથી યુવક નીચે પટકાયો હતો યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવકને માથાના ભાગે 10 જેટલા ટાંકાઓ આવ્યા હતા. રખડતા ઢોરના કારણે લોકો હવે રોડ ઉપર જતા પણ ડરી રહ્યા છે.

રખડતા ઢોરોના કારણે લોકો ની જીવને હવે જોખમ છે અને રખડતાં ઢોરના કારણે ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ થવાની આ સતત બીજી ઘટના સામે આવી છે .ત્રણ દિવસ પહેલા રાણીપ વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલા દંપતીને રખડતા ઢોરે અડફેટે લેતા બંનેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સુધાર્યું નથી અને ભાજપના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય આ રખડતા ઢોરોની બાબતને ગંભીરતાથી લેતા નથી તેવું સ્પષ્ટ જણાય છે. રખડતા ઢોર હવે રોડ ઉપર સમાન બની ગયા છે આ બે જ ઘટના હજી સુધી સામે આવી છે બાકી રોજના અનેક લોકો રખડતા ઢોર રોડ ઉપર ફરતા હોય છે ત્યારે વાહન લઇ અને તેના કારણે અકસ્માત થતા પણ બચી જાય છે તેવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ બાબતે એકદમ નબળું સાબિત થયું છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે અવારનવાર ફટકાર લગાવવામાં આવી છે અને જે પણ રખડતા ઢોર હોય તેના પશુ માલિકો સામે ફરિયાદ નોંધવાની ઘાસચારો વેચતા હોય તો તેમની સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કે પોલીસ વિભાગ આવા કરતા મુકનાર ઢોરના માલિકો સામે પોલીસ ફરિયાદ કરતી નથી આ બે ઘટનાની અંદર પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી જેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત ભાજપના સત્તાધીશોને રખડતા ઢોરો મામલે કોઈ જ ગંભીરતા નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم