No results found

    મહિલા મિત્રને મળવા ગયેલા યુવકને મહિલાના પ્રેમીએ માથામાં લોખંડના પાનાથી ફટકા માર્યા | A young man who went to meet a female friend was hit on the head with an iron sheet by the woman's lover | Times Of Ahmedabad

    અમદાવાદ30 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદમાં પ્રેમ સંબંધમાં અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યાં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતી વચ્ચેની મિત્રતા લગ્ન પછી ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ યુવતીએ યુવકને મળવા બોલાવીને તેના પ્રેમીના હાથે મૂઢ માર મરાવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકે યુવતીના મિત્ર સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

    લગ્ન બાદ બન્ને વચ્ચેની મિત્રતા પણ ઓછી થઈ
    પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરમતિમાં રહેતા કાર્તિક (નામ બદલ્યું છે) નામના યુવકને રાની (નામ બદલ્યું છે) સાથે મિત્રતા હતી. રાનીના લગ્ન થઈ ગયા બાદ તેની સાથેની મિત્રતા પણ ઓછી થઈ ગઈ હતી. જે બાદ છેલ્લા અઠવાડિયાથી બંને જણા વાતચીત કરતાં હતાં અને ત્યારે કાર્તિકને ખબર પડી કે, રાનીના છુટાછેડા થયાં છે. કાર્તિક ફોટોગ્રાફીનો ધંધો કરે છે અને તે જ્યારે ઓર્ડરમાં હતો ત્યારે આ રાનીએ તેને મળવા માટે બોલાવ્યો હતો.

    પ્રેમીએ અચાનક આવી લોખંડના હથિયારથી ફટકા માર્યા
    જેથી કાર્તિક રાનીને મળવા ગયો હતો. તે દરમિયાન તેનો પ્રેમી અચાનક તેની ગાડીમાંથી ઉતરીને લોખંડના હથિયારથી કાર્તિકના માથામાં ફટકા માર્યા હતાં. આ દરમિયાન ત્યાં સ્થાનિકોએ કાર્તિકને છોડાવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જે બાદ તેના મિત્રોને બોલાવીને વધુ સારવાર માટે સિવિલ ગયો હતો. માથામાં ઈજા થવાના કારણે કાર્તિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال