સુરત25 મિનિટ પહેલા
- કૉપી લિંક
જૈન સ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં સુરતમાં આવનારી 23 એપ્રિલે અક્ષય તૃતીયા અવસર પર 1111 થી વધારે વર્ષીતપ પારણાં થવા જઇ રહ્યા છે, તેમજ 21 એપ્રિલથી 5 મે સુધી આચાર્ય પ્રવરના પંદર દિવસના પ્રવાસમાં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ થશે. આજે સુરતથી 31 બસોમાં 2100થી વધારે શ્રદ્ધાળુ અમરાઈવાડી અમદાવાદમાં બિરાજિત આચાર્ય શ્રી મહાશ્રમણજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં આચાર્ય શ્રી દ્વારા અણુવ્રત યાત્રાનું દાયિત્વ અમદાવાદ પ્રવાસ વ્યવસ્થા સમિતિથી અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરતને હસ્તાંતરિત કરવામાં આવ્યું હતું.
શ્રાવક સમાજને પ્રેરણા અપાઈ
મુખ્ય પ્રવચનમાં પૂજ્ય પ્રવરે એમના મંગલ ઉધબોધનમાં શ્રાવક સમાજને પ્રેરણા આપતા ફરમાયું- ખરાબ બોલવું નહિ, ખરાબ દેખવું નહિ અને સાથે ખરાબ વિચારવું પણ નહિ. આચાર્ય પ્રવરે પ્રેરણા આપી કે, ભૌતિક કાર્યો સાથે આધ્યાત્મિક કાર્યો પર પણ વિશેષ ધ્યાન આપો.પૂજ્ય પ્રવરે દાયિત્વ સ્વીકરણના સંદર્ભમાં મંગલપાઠ અને આશીર્વચન પ્રદાન કરતા કીધું કે, સુરતમાં અમારી પંદર દિવસની યાત્રા નિર્ધારિત છે, સુરતમાં ખુબ સારું આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય થાય.
થીમ સોન્ગ લોન્ચ
આ અવસર પર આચાર્ય મહાશ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરતનું પણ થીમ સોન્ગ લોન્ચ થયું હતું.આચાર્ય મહાશ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરત અધ્યક્ષ સંજય સુરાના, મહામંત્રી નાનાલાલ રાઠોડ, સ્વાગતાધ્યક્ષ સંજય જૈન, તેરાપંથી સભા સુરત અધ્યક્ષ નરપત કોચર, તેરાપંથ મહિલા મંડળ સુરત અધ્યક્ષ રાખી બૈદ, તેરાપંથ યુવક પરિષદ સુરત અધ્યક્ષ અમિત શેઠિયા, જસકરણ ચોપડા અને ચંપક ભાઈ મહેતાએ એમના ભાવોની અભિવ્યક્તિ આપી હતી.