બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધુ 02 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 16 થયો | Increase in corona cases in Banaskantha district, 02 more cases reported today, number of active cases increased to 16 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 02 કેસ નોંધાયા છે. જ્યારે 03 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસ 16 થયા છે. આજે RT-PCR 154 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 02 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 16 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે એક તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે 03 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લા કુલ 154 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 02 કેસ એક્ટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم