No results found

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધુ 03 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 19 થયો | Increase in corona cases in Banaskantha district, with 03 more cases reported today, the number of active cases has increased to 19. | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 03 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 19 એક્ટિવ કેસ થયા છે. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 143 અને ANTIGEN 1005 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

    ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 03 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 19 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે એક તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, જિલ્લા કુલ 1148 સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال