Saturday, April 15, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના આજે 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16 થયા | 3 cases of corona were reported today in Surendranagar district, active cases became 16 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચોટીલા ગ્રામ્યમાં 1 અને વઢવાણ શહેરમાં 2 કેસ સહિત કુલ 3 કોરોનાના કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં 73માંથી 57 દર્દી સાજા થતા 16 એકિટવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.15 એપ્રલિને શનિવારે આરટીપીસીઆરના 443 અને એન્ટિજનના 243 સહિત કુલ 686 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

જેમાં ચોટીલા ગ્રામ્યમાં 1 અને વઢવાણ શહેરમાં 2 કેસ સહિત કુલ 3 કોરોનાના કેસ નોંધાયા હતા. આ દિવસે 4 દર્દી સાજા થતા જિલ્લામાં કુલ 73 કેસોની સામે 57 લોકો કોરોનામુક્ત બનતા 16 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લીંબડી-3, મૂળી-4, સાયલા-1 અને વઢવાણ પંથકમાં 4 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.