Tuesday, April 25, 2023

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધુ 04 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 11 થયો | Increase in corona cases in Banaskantha district, with 04 more cases reported today, the number of active cases has increased to 11 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 04 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 11 એક્ટિવ કેસ થયા છે. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 45 અને ANTIGEN 1064 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 01, થરાદમાં 02, લાખણીમાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 11 એક્ટિવ કેસ છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે ત્રણ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જિલ્લામાં કુલ 1109 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 04 કેસ નોંધાતા કુલ 11 એક્ટિવ કેશ થયા છે. આજે 02 લોકોએ કોરોનાને માત આપી છે.

Related Posts: