બનાસકાંઠા (પાલનપુર)8 કલાક પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 05 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં કુલ 22 એક્ટિવ કેસ છે. જેને લઇને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 51 ANTIGEN 1636 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે દાતામાં 01 અને ડીસામાં 04 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં હાલ 22 એક્ટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. 14 તાલુકામાંથી આજે બે તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિએ કોરોનાને માત આપી છે. જિલ્લા કુલ 1687 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 05 કેસ નોંધાતા કુલ 22 એક્ટિવ કેશ થયા છે. ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.