સુરેન્દ્રનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રજૂઆત કરવા રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં લેખિત રજૂઆત સાથે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના મોરબીના અને લીંબડીના ઉતારાની શેરીમાં વિધર્મીને મકાન દુકાન આપવાને લઇ રહીશો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં આગેવાન નિલેશભાઇ શેઠ સહિત રહિશોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યાં મુજબ શહેરના લીંબડીનો ઉતારો શેરી નં.1 અને 2 તથા મોરબીનો ઉતારો શેરી નં.1 અને 2 તથા એરીયામાં તમામ હિન્દુ ધર્મના લોકોના રહેણાંક મકાન આવેલા છે.
જે વર્ષોથી અહીં રહીએ છીએ, ત્યારે અમારા વિસ્તારમાં વિધર્મીઓએ દુકાન અને મકાન ખરીદ્યા છે. આ વિસ્તારમાં સંપુર્ણપણે હિન્દુ લોકો રહે છે. જો અહીં અન્ય ધર્મના લોકો આવે તો તેમની રહેણીકહેણી અને ખાનપાન અલગ હોય છે. અહીં મોટાભાગે શાકાહારી લોકો વસે છે. આથી જો વિધર્મીઓ જો મકાન દુકાન ખરીદે તો આ વિસ્તારની શાંતિ જોખમાઇ શકે તેવો ભય છે. આથી વિસ્તારમા અશાંતધારો લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.