અમરેલી12 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- નવી સિઝનમાં સૌથી વધુ અમરેલીમાં 71 કેસ: 212 દર્દી કોરોનામાંથી સાજા થયા
અમરેલી પંથકમા આ નવી સિઝન શરૂ થયાને દોઢ માસ જેટલો સમય વિતી ચુકયો છે. એક સમયે 10 થી વધુ પોઝીટીવ કેસ સામે આવતા હતા. જો કે તેમા હવે ઘટાડો થયો છે. પરંતુ પોઝીટીવ કેસ આવવાનુ બંધ નથી થયુ. હજુ પણ દરરોજ બે થી લઇ પાંચ કેસ સામે આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમરેલી જિલ્લામા કોરોનાના 22 કેસ નોંધાયા હતા.
જેના પગલે જિલ્લામા કોરોનાના કુલ કેસની સંખ્યા 220 પર પહોંચી ગઇ છે. જો કે આ 220 દર્દી પૈકી 212 દર્દી કોરોનામાથી સાજા પણ થઇ ચુકયા છે અને સારી વાત એ છે કે એકેય દર્દીનુ મોત થયુ નથી. કોરોનાના સૌથી વધુ કેસ અમરેલી તાલુકામા 71 નોંધાયા છે. આ ઉપરાંત ધારી, જાફરાબાદ અને બાબરા પંથકમા કેસની સંખ્યા વધુ છે. આમ, કોરોનાની નવી લહેર ઘાતક નીવડી નથી.
એક દિવસમાં નવા પાંચ કેસ
દરમિયાન આજે અમરેલી જિલ્લામા કોરોનાના વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી ત્રણ દર્દી ધારી પંથકના હતા. જયારે બે દર્દી ખાંભા પંથકના છે. આજે અન્ય વિસ્તારમાથી કોઇ કેસ નોંધાયો નથી.