الجمعة، 28 أبريل 2023

જામનગરમાં 1મેના રોજ પોલીસ જવાનો મોટરસાઇકલ પર કરશે દિલધડક કરતબો, બાઇક પર ભમરાની પ્રતિકૃતી, કમાન્ડો પોઝીશન સહિતની કરતબો પણ માણવા મળશે | In Jamnagar on May 1, policemen will perform heart-pounding stunts on motorcycles, replicas of beetles on bikes, commando positions will also be enjoyed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar On May 1, Policemen Will Perform Heart pounding Stunts On Motorcycles, Replicas Of Beetles On Bikes, Commando Positions Will Also Be Enjoyed.

જામનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી તા.1 મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ અને તેમાં યોજાનાર દિલધડક મોટરસાયકલ સ્ટંટ લોકોમાં માણવા લાયક બની રહેશે.

પરેડમાં યોજાનાર આ મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો કરવામાં આવશે. જેમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇક પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સક, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ , બાઇક પર કમળની પ્રતિકૃતી, ઓરીજેન્ટાલ બાર, બાઇક પર કોમી એકતા, બાઇક પર કમાન્ડો પોઝીશન, બાઇક પર રાષ્ટ્રીય ધ્વજ, બાઇક પર ભમરાની પ્રતિકૃતી તથા બાઇક પર એરોહેડ સહિતના દિલધડક સ્ટંટ યોજવામાં આવશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.