હવન કુંડ પાસે 10 મણનો માંચડો ગોઠવી દપંતી સુઈ ગયું, દોરી છોડતા જ માથું ધડથી અલગ થયું | A 10 maund platform was set up near the Havan Kund and the couple fell asleep, the head was separated from the torso as soon as the cord was released. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A 10 Maund Platform Was Set Up Near The Havan Kund And The Couple Fell Asleep, The Head Was Separated From The Torso As Soon As The Cord Was Released.

રાજકોટ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના રાજકોટ જિલ્લાના વીંછિયામાં સામે આવી છે. જ્યાં દંપતીએ જાતે જ 10 મણનો મોતનો માંચડો બનાવી સજોડે પોતાની બલી ચડાવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં ગળું કપાયા બાદ હવન કુંડમાં હોમાઇ જાય તે મુજબ વ્યવસ્થા કરી 2×2 ફૂટનો હવન કુંડ બનાવ્યો હતો. જોકે, તેમાં પત્નીનું માથું હવન કુંડમાં પડતા હોમાઇ ગયું હતું. જ્યારે પતિનું માથું હવન કુંડથી થોડે દૂર પડતા તે હોમાયું ન હતું.

દંપતીએ જાતે બલી ચડાવી જિંદગીનો અંત આણ્યો
અંધશ્રદ્ધાની આ ઘટના રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાની છે. વીંછિયા મોઢુકા રોડ પર હેમુભાઈ ભોજાભાઈ મકવાણાની વાળી આવેલી છે. જ્યાં વાળીની અંદર તેમના જ પુત્ર અને પુત્રવધુ લગભગ છેલ્લા બે મહિનાથી હવન કુંડ બનાવી ધાર્મિક વિધિ કરતા હતા. જોકે, ગઇકાલે રાત્રે દીકરા દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા બાદ દંપતીએ જાતે બલી ચડાવી જિંદગીનો અંત આણી લેતા ચકચાર મચી જવા પામી હતી.

કેવી રીતે કમળપૂજા કરાઈ?
વીંછિયાના એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિક વિધિ કરીને આહુતિ આપવાનો ચકચારી બનાવ બન્યો છે. ત્યારે આ સમગ્ર બનાવમાં જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતાં માંચડામાં જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. જેમાં પતિ-પત્ની હવન કુંડની બાજુમાં સુઈ ગયા હતા. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાંની ઉંચાઈથી પટક્યું હતું. જેમાં પતિ અને પત્નીના મસ્તક કપાઈ ગયા હતા. જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું.

નાના ઝૂંપડામાં હવનથી લઈને કમળપૂજા
ખેતરમાં ઊભા કરાયેલા ઝૂંપડામાં પતિ-પત્નીએ જ્યાં હવનમાં આહુતિ આપી ત્યાં એક શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું. તેને ફૂલહાર પણ કરાયા હતા. જ્યારે હવન કુંડ પાસે શ્રીફળ રાખવામાં આવ્યા હતા. સાથેસાથે બાજુમાં અગરબત્તીઓ પણ પ્રગટાવવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અબીલગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો. તો ત્યાં લીંબું, માળા અને કળશ પણ પડ્યું હતું. જ્યારે પતિ-પત્નીએ બલી આપવા માટે જૂના જમાનામાં તૈયાર કરાતા મૃતદંડ માટેના ધારધાર અસ્ત્ર જેવું શસ્ત્ર બનાવીને દોરીથી બાંધ્યું હતું. જેને સંભવતઃ એક લોખંડની કરવતની મદદથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે.

મૃતક દંપતી

મૃતક દંપતી

કમળપૂજામાં પત્નીનું શીશ સળગી ગયું
માંચડો બનાવીને પતિ-પત્નીએ હવનમાં આહુતિ આપી હતી. જેમાં પત્નીનું માથું કપાઈને હવન કુંડમાં પડ્યું હતું. જ્યારે પતિનું માથું હવન કુંડથી છેટે પડ્યું હતું. આ સમગ્ર બનાવથી જસદણ વીંછિયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સ્ટેમ્પ પેપર પણ મળ્યું
પતિ-પત્નીએ હવન કુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે તે માટે ચીપકાવવામાં આવી હતી. સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો.

વાળીમાં છેલ્લા બે મહિનાથી હવન કુંડ બનાવી ધાર્મિક વિધિ કરતા હતા

વાળીમાં છેલ્લા બે મહિનાથી હવન કુંડ બનાવી ધાર્મિક વિધિ કરતા હતા

મારા બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતા: પિતરાઈ ભાઈ
મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જેન્તીભાઈ જતાપરાએ જણાવ્યું હતું કે, મારા બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતા. ઘરે પણ રામાપીરનું મંદિર બનાવ્યું છે અને વાળીએ પણ હવન કુંડ છેલ્લા બે મહિનાથી બનાવ્યો છે. ગઈકાલે રાતથી આજ સવાર સુધીમાં તેમને બલી ચડાવવાનું નક્કી કરી લીધું હોય તે રીતે બલી ચડાવી જિંદગી છોડી દીધી છે. આર્થિક કે સમાજિક કોઈ તકલીફ ન હતી. આવું કરવા પાછળનું કારણ શું છે તે કોઈ જાણતું નથી.

મૃતક- હેમુભાઈ મકવાણા

મૃતક- હેમુભાઈ મકવાણા

વાળીએ 2X2 ફૂટનો હવન કુંડ બનાવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાળીએ પોતે જાતે જ એક 2 ફૂટ બાય 2 ફૂટનો હવન કુંડ બનાવ્યો હતો. માથું હવન કુંડમાં જ પડે અને હોમાઇ જાય તે મુજબ આયોજન કરી અગાઉથી જ એક 10 મણ વજનનો મોતનો માંચડો બનાવ્યો હતો. બંને બાજુમાં સુઇ ગયા હતા અને માંચડાનું દોરડું ખેંચતા બંનેના માથા ધડથી અલગ થઇ ગયા હતા. જેમાં હંસાબેનનું માથું હવન કુંડમાં પડતા હોમાઇ ગયું હતું. જ્યારે હેમુભાઈનું માથું હવન કુંડના બદલે કુંડથી બહાર પડ્યું હતું અને તે હોમાયું ન હતું.

બે પેજની સુસાઇડ નોટ મળી આવી
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી તપાસ કરતા બે પેજની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે.

મૃતક- હંસાબેન મકવાણા

મૃતક- હંસાબેન મકવાણા

જ્યારે બીજા એક પેજમાં લખ્યું છે કે, જય ભગવાન, જય ભોલેનાથ અમે બેય અમારા હાથે અમારી રાજીએ અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાયુ (ભાઈઓ) પણ અમારા માડુ બાપુજી પણ અમારાબેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે એને પણ કોઈ જાતની પુછપરછ કરતા નહીં.મારા સાસુ મારા સસરા પણ અમને કાંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પુછપરછ ના કરતા. અમને કોઈએ કાઈ કહ્યું નથી. અમે અમાર હાથે કરું છે. કોઈ પ્રકારની પુછપરછ ના કરતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم