કુછડી ગામે બે બુકાની ધારી વ્યક્તિઓ મંદિર પરિસરમાં જોવા મળ્યા; મૂર્તિ સહિત 10થી 12 લાખની ચાંદીના આભુષણોની ચોરી | In Kuchdi village, two armed men were found in the temple premises; The theft of silver ornaments worth 10 to 12 lakhs including an idol | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • In Kuchdi Village, Two Armed Men Were Found In The Temple Premises; The Theft Of Silver Ornaments Worth 10 To 12 Lakhs Including An Idol

પોરબંદર2 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના કુછડી ગામે આવેલા પૌરાણીક એવા ખીમેશ્વર મહાદેવ મંદિરમાંથી લાખો રૂપિયાના ચાંદીના આભુષણોની ચોરી થયાની ઘટના સામે આવી હતી. મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમા બે બુકાની ધારી તસ્કરો શીવજીની મુર્તી સહિતના આભુષણો કોથળામાં ભરીને લઈ જતા સીસીટીવીમાં જોવા મળી રહ્યાં છે.

કુછડી ગામે દરીયા કિનારે આવેલા પાંડવકાળના પૌરાણિક શીવ મંદિર એવા ખીમેશ્વર મહાદેવ મંદિરમાં ગત 9 એપ્રિલના મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી હતી. સવારના સમયે પુજારી જ્યારે મંદિરે આવ્યા ત્યારે મંદીરના તાળા તુટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળેલું કે, મંદિરમાંથી ખીમેશ્વર મહાદેવને શણગારવામાં આવતા લાખો રૂપિયાના ચાંદિના દાગીના અને આભુષણોની ચોરી થઈ છે. જેમાં ચાંદિના નાના મોટા ચાર છતર, ચાંદીનું શિવજીનું મુગટ, ચાંદીનો નાગ, જલધારા, રૂદ્રાક્ષની માળા સહિતના 10-12 લાખ રૂપિયાના ચાંદીના આભુષણોની તસ્કરો ચોરી કરી ગયા હતા.

ખીમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યોં છે. તો બીજી તરફ ચોરીના બનાવને લઈને હાર્બર મરીન પોલીસે સીસીટીવી ફુટેજ સહિત અન્ય દિશાઓમાં બંને બુકાની ધારી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم