રાજકોટમાં બે થેલામાંથી મળેલી યુવતીની લાશમાં 10 દિવસ પહેલા હત્યા થયાનું ખુલ્યું, ઉંમર 17થી 21 વર્ષની હોવાનું અનુમાન | Body of girl found in two bags in Rajkot revealed to have been murdered 10 days ago, age estimated to be 17 to 21 years | Times Of Ahmedabad

રાજકોટ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડીથી આગળ લાલપરી નદીની ખાણમાંથી ગઈકાલે સાંજે બે મોટા થેલામાંથી એક યુવતીની લાશના 6 ટૂકડા મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે મહિલાની લાશના ટૂકડા ફોરેન્સિક પીએમ માટે મોકલ્યા હતા. જેમાં આ યુવતીની 10 દિવસ પહેલા બોથડ પદાર્થના એક ઘા ઝીંકવાથી હત્યા કરાઇ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીની ઉંમર 17થી 21 વર્ષની હોવાનું અનુમાન છે. હત્યા કર્યા બાદ કરવત કે ધારદાર હથિયાર વડે લાશના ટૂકડા કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ રેકી કર્યા બાદ લાસ નદીમાં ફેંકી દીધાનું જાણવા મળ્યું છે.

લાલપરીમાં બે થેલા તરતા હતા
લાલપરી નદીની ખાણમાં ડાબી અને જમણી બાજુએ બે થેલા તરતાં હતા. જેમાં જમણી બાજુના થેલામાંથી મહિલાનું વાળ સહિતનું માથુ, બંને હાથ, બંને પગના ટૂકડા તથા ડાબી બાજુએથી મળેલા થેલામાંથી ગળાથી સાથળ સુધીના ધડનો કટકો મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં તાંત્રિક વિધિમાં હત્‍યા થઈ કે અન્‍ય કોઈ અંગત કારણોસર કોઈએ કાસળ કાઢી નાંખી પૂરાવાનો નાશ કરવા આ રીતે લાશના ટૂકડા ફેંકી દીધા? સસ્‍પેન્‍સ થ્રિલર મર્ડર મિસ્‍ટ્રી ફિલ્‍મ જેવી આ ઘટનાની શહેરભરમાં ચર્ચા જાગી છે. જો કે, હત્‍યાનો આ ભેદ ઉકેલવાનું પોલીસ માટે પણ પડકારરૂપ બની ગયું છે.

પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો
રહસ્‍યમય એવી આ ઘટનામાં બી-ડિવિઝન પોલીસે મોરબી રોડ પર પંકજ ઓઇલ મીલ પાછળ રાજનગર મેઇન રોડ પર રહેતાં અને કુવાડવા રોડ ખાતે સચ્‍ચા સૌદા નામે હોટેલ ચલાવતાં હાર્દિકભાઇ ખોડાભાઇ પરમારને ફરિયાદી બનાવી અજાણ્‍યા શખસો તથા તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ IPC 302, 201, 135 મુજબ ગુનો નોંધી જે લાશ મળી છે એ મહિલા કોણ? હત્‍યા કોણે અને શા માટે કરી? ક્યાં સ્‍થળે હત્‍યા થઇ? એ સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નદીમાંથી થેલામાંથી મહિલાના શરીરના ટૂકડા કરાયેલી હાલતમાં લાશ મળી હતી.

નદીમાંથી થેલામાંથી મહિલાના શરીરના ટૂકડા કરાયેલી હાલતમાં લાશ મળી હતી.

નદીમાં બે સફેદ થેલા પડેલા જોવા મળ્‍યા
હાર્દિકભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, ગઈકાલે ગુરૂવારે સાંજે હું બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતો હતો. ત્‍યારે બેડી ચોકડીથી આગળ લાલપરી નદી આવે છે ત્‍યાં પુલ નજીક પહોંચતા ઝૂંપડાના છોકરાઓ ઉભા હોય તેમાંથી એક નાના છોકરાએ મને વાત કરી હતી કે નદીમાં આગળ ખાણમાં એક મોઢું પડ્યું છે. જેથી હું ત્‍યાં ચાલીને જોવા જતાં ખાણમાં પાણી ભરેલું હતું અને અંદર જમણી તરફ તથા ડાબી તરફ બે સફેદ થેલા પડેલા જોવા મળ્‍યા હતાં.

લાંબા વાળ અને માથાનો ભાગ દેખાતા
જેમાં ડાબી તરફે પડેલા એક થેલાની ચેઇન ખુલ્લી હોય તેમાંથી લાંબા વાળ અને માથાનો ભાગ દેખાતા હતાં. જ્‍યારે બીજો થેલો બંધ હાલતમાં હતો. પાણીમાં એકદમ દુર્ગંધ આવતી હતી. માનવ લાશ હોવાનું મને જણાતાં મેં બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ આવ્‍યા હતાં. થેલાઓ બહાર કાઢીને તપાસ આગળ વધારી હતી. જેમાં ડાબી સાઇડમાંથી મળેલા થેલામાંથી મોઢું વાળ સહિત માથું લાંબા વાળવાળું હતું, જે મહિલાનું હતું. માથું તેમજ બંને હાથ, બંને પગ છૂટા છૂટા કપાયેલી હાલતમાં મળ્‍યા હતાં. જ્‍યારે જમણી બાજુએથી મળેલા થેલામાંથી સ્ત્રીનો ધડનો ભાગ ગળાથી સાથળ સુધીનો હતો.

પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી.

પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી.

લાશના ટૂકડા પાણીમાં હોવાથી એકદમ કોહવાઇ ગયા
લાશના આ ટૂકડાઓ ભરેલા થેલા પાણીમાં નાખેલા હોવાથી એકદમ કોહવાઇ ગયા હતાં. કાનમાં પીળી ધાતુની બુટી, કડી પહરેલા હતાં. બંને હાથમાં કાંડામાં બબ્‍બે બંગડીઓ તથા પગમાં સફેદ ધાતુના છડા પહેરેલા હતાં. આ ઉપરાંત થેલામાં સાથે મહાદેવના પીળી ધાતુના ચાર પેન્‍ડલ કાળા દોરા સહિત મળ્‍યા હતાં.

ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા.

આરોપીઓનો પૂરાવાનો નાશ કરવા પ્રયાસ
આ મહિલાને કોઈ વ્‍યક્‍તિ કે એકથી વધુ લોકોએ કોઈ કારણોસર કોઈ ઇરાદે કોઈ હથિયારથી અથવા અન્‍ય કોઈ રીતે હત્‍યા કરી તિક્ષ્ણ હથિયારથી લાશના ટૂકડા કરી પૂરાવાનો નાશ કરવા લાશના ટૂકડા બે થેલામાં ભરી આ ખાણમાં ફેંકી દેવાયા હતાં. આ ટૂકડામાં માથું, બંને હાથ, બંને પગના ટૂકડા દૂધીયા રંગની પ્‍લાસ્‍ટિકની કોથળીમાં અને ધડનો ગળાથી સાથળ સુધીનો ભાગ, બીજી દુધીયા રંગની કોથળીમાં પેક કરી સફેદ થેલાઓમાં ભરી આ થેલાઓનો લાલપરી નદીની ખાણમાં ફેંકી દીધા હતાં.

પોલીસને મહિલાના શરીર પરથી તાવીજ મળ્યા હતા.

પોલીસને મહિલાના શરીર પરથી તાવીજ મળ્યા હતા.

પોલીસને નજીકમાંથી તાવીજ મળ્યા
પોલીસને નજીકમાંથી તાવીજ વગેરે મળ્‍યા હોય તેમજ સ્ત્રીના શરીર પર દાગીના જેમના તેમ હોય હત્‍યા તાંત્રિક વિધિમાં થઈ હોવાની શક્યતા સેવાઇ રહી છે. પોલીસે રાજકોટ શહેર-જિલ્લામાંથી છેલ્લા બાર-પંદર દિવસમાં કોઈ મહિલા ગૂમ થઇ છે કે કેમ? તેની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે. રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેર, ગોંડલ સહિતના આસપાસના ગામોમાંથી કોઈ ગૂમ થયું છે કે કેમ? તેની માહિતી મેળવવાનું શરૂ થયું છે. ફિલ્‍મો જેવી આ મર્ડર મિસ્‍ટ્રીએ ભારે ચકચાર જગાવી છે અને ભેદ ઉકેલવા માટે પોલીસ માટે પડકારરૂપ બની છે. ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝૂંકાવ્‍યું છે.

પાણીમાં રહેવાથી લાશ કોહવાઇ ગઈ હતી.

પાણીમાં રહેવાથી લાશ કોહવાઇ ગઈ હતી.

6 વર્ષ પહેલા ધડ વગરનું બાળકનું માથું મળ્યું હતું
અગાઉ 6 વર્ષ પહેલા 18 ડિસેમ્‍બર 2018ના રોજ ભગવતીપરા-રૂખડીયા કોલોની વચ્‍ચેના બેઠા પુલ પાસેથી નદીમાંથી ધડ વગરના બાળકનું માથું મળ્‍યું હતું. આ બનાવનો કોઈ ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. પોલીસે માહિતી આપનાર માટે પચાસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ત્‍યાં હવે કટકા કરાયેલી મહિલાની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. કોઈ પાસે આ મહિલા અંગેની માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post