બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 43 પર પહોંચ્યો | 10 new cases reported in Banaskantha district today, number of active cases reaches 43 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 10 કેસ નોંધાયા છે અને 03 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી જિલ્લામાં કુલ 43 એક્ટિવ કેસ થયા છે.આજે RT-PCR 564 અને ANTIGEN – 1467 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે થરાદમાં 01 પાલનપુરમાં 02 ડીસામાં 07 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.જિલ્લામાં એક સાથે 10 કેસ નોંધાયા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. 14 તાલુકામાંથી આજે 03 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 લોકોએ કોરોના ને માત આપી છે. જિલ્લા કુલ 2031 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 કેશ નોંધાતા કુલ 43 એક્ટિવ કેસ થયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post