નર્મદા (રાજપીપળા)6 મિનિટ પહેલા
- કૉપી લિંક

તિલવાડાના અગર ગામે પરિણીતા સાથે આડાસંબંધ હોવાની શંકાએ થયેલા હત્યાના ગુનામાં નર્મદા જિલ્લાના પ્રિન્સી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે, ગત તિલકવાડાના અગર ગામની નવી વસાહત ખાતે રહેતા પ્રવિણ બિજલ તડવીએ આ ગામના વિજય પ્રભુ તડવીના ભાઈ પંકજ તડવીની પત્ની સાથે આડા સંબંધ રાખતો હોવાનો શક વહેમ રાખી બંને પરિવારો વચ્ચે ઝગડો થતો રહેતો હતો.

9 ઓક્ટોબર 2021ના રોજ રાત્રે 10.45 વાગે ગામમાં કરવામાં આવેલી નવરાત્રીમાં જ્યાં માતાજીની સ્થાપના કરેલ ત્યાં ગરબા ચાલતા હોય, તે વખતે ગામના બધા ભેગા થઈને નાળા પર બેસીને વાતો કરતા હતા. આ દરમિયાન પ્રવીણ બીજલ ટાળવી ફરિયાદીના ભાઈ પંકજ પ્રભુભાઈ તડવીને તેના હાથના ચપ્પા વડે ગળાના ભાગે તેમજ છાતીના ભાગે ચપ્પુના ઘા મારી ઈજા કરી મોત નીપજાવી ગુનો કર્યો છે.
સદર હું કેસ મે.નર્મદા જિલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ એન.આર. જોશી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી તર્ફ સરકારી વકીલ પ્રવીણ એચ. પરમારનાઓએ ફરિયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ 302 મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલું છે.