الثلاثاء، 4 أبريل 2023

સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચોરી કરવા શહેરમાંથી ફોર વ્હીલ ટેમ્પાનું લોક તોડી ચોરી કરતી ચીકલીગર ગેંગ પકડાઈ, 10 ગુનાના ભેદ ઉકેલાયા | Cheekliger gang caught breaking the lock of four-wheel Tampa from the city to steal from industrial areas of Surat, 10 crimes solved | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cheekliger Gang Caught Breaking The Lock Of Four wheel Tampa From The City To Steal From Industrial Areas Of Surat, 10 Crimes Solved

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઈન્ડટ્રીયલ વિસ્તારોમાં ચોરી કરતી ચિકલીગર ગેંગને ઝડપી પાડી હતી - Divya Bhaskar

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઈન્ડટ્રીયલ વિસ્તારોમાં ચોરી કરતી ચિકલીગર ગેંગને ઝડપી પાડી હતી

સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ચીકલીગર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સુરત શહેરમાંથી ફોરવ્હીલ ટેમ્પાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ભંગાર,બેટરીઓની ચોરી કરતી હતી. પોલીસે આ ગેંગના ત્રણ આરોપીને સચિન GIDC પાસેથી ઝડપી પાડી 10 જેટલા ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.તેમજ આ ગેંગ પાસેથી પોલીસે પીકઅપ ગાડી, એક ટેમ્પો મળી કુલ 5 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.

ચોરી કરતી ચીકલીગર ગેંગ ઝડપાઈ
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સચિન જીઆઈડીસી નાકા પાસેથી બોલેરો પીકઅપ ટેમ્પામાં લોખંડની સેન્ટીંગ પ્લેટો સાથે ચીકલીગર ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે આ ઘટનામાં મધુસિંગ ઉર્ફે અમરસિંગ તેજાસિંગ ટાંક, દીપસિંગ ઉર્ફે દીપુ ગુજરાતસિંગ કલાની અને રોહિત સુધીર રામાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૩ લાખની કિમતની એક બોલેરો પીકઅપ ગાડી, 1.25 લાખની કિમતનો એક ટેમ્પો, 1.09 લાખની લોખંડની સેન્ટીંગની પ્લેટો તથા બે મોબાઈલ ફોન મળી કુલ 5.37 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી કરવા ટેમ્પોની ચોરી કરતા હતા
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ભેસ્તાન એસએમસી આવાસથી વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે નીકળી સુરત શહેરમાં ટેમ્પો અને બોલેરો પીકઅપ છોટા હાથી વિગેરે ફોરવ્હીલ ગાડી પાર્ક કરેલ હોય તેના દરવાજાનું લોક તેમની પાસેની નાની કાતરનો એક તરફનો ભાગ નાખી લોક તોડી ચોરી કરતા હતા. બાદમાં સુરત શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારના ગોડાઉન તથા ઇલેક્ટ્રિકની દુકાનોના શટર ઉચા કરી તેમજ બંધ પડેલી મિલમાં ઘુસી ભંગાર તથા ફોરવ્હીલ ગાડીની મોટી બેટરીઓ ચોરી કરી ભંગારવાળાને વહેચી દેતા હતા. ત્યાર બાદ ચોરી કરેલી ફોર વ્હીલર ગાડી સચિન, પલસાણા તથા ભેસ્તાન રેલ્વે સ્ટેશનની આજુબાજુ વિસ્તારમાં બિન વારસી મૂકી દેતા હતા.

જુદા જુદા પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલાયા
આરોપીઓની કબુલાતના પગલે ઉધના, પુણા, સારોલી,ખટોદરા, ડીંડોલી અને પાંડેસરા પોલીસ મથક મળી કુલ 10 જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. તેમજ ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઝડપાયેલા આરોપી મધુસિંગ ઉર્ફે અમરસિંગ તેજાસિંગ ટાંક સામે ભૂતકાળમાં 8 ગુના નોંધાયેલા છે. તેમજ હાલમાં તે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો. આ ઉપરાંત દીપસિંગ ઉર્ફે દીપુ ગુજરાત સિંગ કલાની સામે ભૂતકાળમાં બે ગુના જયારે રોહિત સુધીર રામાણી સામે બે ગુના નોંધાયેલા છે.ત્યારે હાલ આ સમગ્ર મામલે ડીસીબી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.