- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- A Girl From Relyo Village In Meghraj Has Been Missing For 10 Days, But No Action Was Taken Even Though The Father Gave The Name And Number Of The Suspect To The Police.
અરવલ્લી (મોડાસા)19 મિનિટ પહેલા
- કૉપી લિંક
પિતા અને ગુમ થયેલી 19 વર્ષીય પુત્રી
અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકની 19 વર્ષીય યુવતી ગુમ થયાને એક સપ્તાહ ઉપરાંતનો સમય વીતવા છતાં મેઘરજ પોલીસ દ્વારા આ યુવતીની ભાળ મેળવવા માટે કોઈજ કામગીરી કરવામાં ન આવતા યુવતીના પિતાએ મેઘરજ પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

મેઘરજ તાલુકાના રેલ્યો ગામના મનુ મનાભાઈ રાઠોડની 19 વર્ષીય પુત્રી ગત 9 એપ્રિલની મધરાત્રે ઘરેથી ગાયબ થઈ ગઈ છે. તે બાદ મનુભાઈએ ગત 11 એપ્રિલે મેઘરજ પોલીસ મથકમાં પોતાની યુવાન પુત્રી પિન્કીના ગુમ થવા બાબતે જાણવા જોગ અરજી આપી હતી. અરજીની સાથે સાથે મનુભાઈએ પોતાની પુત્રીના ગુમ થવા પાછળ નજીકના ગામના જ એક વ્યક્તિની શકમંદ દર્શાવી તે વ્યક્તિનો ફોન નંબર પણ પોલીસને આપ્યો હતો. મેઘરજ પોલીસ મથકના જે તે બીટના પોલીસ કર્મીને વારંવાર વિનવણી કરવા છતાં પોતાની પુત્રીના ગુમ થવા બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લાચાર પિતાએ પોલીસ પર આંગડી ચીંધી પોતાની પુત્રી સાથે કોઈ અઘટિત ઘટનાની પણ આશંકા સેવી હતી.
આ બાબતે મેઘરજ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું.