Saturday, April 29, 2023

ગરબાડાના ભે ગામમાં જમીન અમારી છે, તમને અહી રહેવા દેવાના નથી કહી હુમલાખોર 10ના ટોળાએ હુમલો કરતા રાયોટીંગનો ગુનો દાખલ | In Bhe village of Garbada, the land is ours, you will not be allowed to stay here, the attackers, a group of 10, attacked and filed a case of rioting. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Bhe Village Of Garbada, The Land Is Ours, You Will Not Be Allowed To Stay Here, The Attackers, A Group Of 10, Attacked And Filed A Case Of Rioting.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના ભે ગામમાં જમીન મુદ્દે તકરાર કરી કુટુંબીઓએ ભેગા મળી લાકડી, પાઇપ અને પથ્થરથી હુમલો કરી એક મહિલા સહિત ચારને ઇજા પહોચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ગરબાડા પોલીસે 10 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

ગરબાડા તાલુકાના ભે ગામના કતડાભાઇ પીધીયાભાઇ ભુરીયા તથા તેમના ભાઇ માવજીભાઇ પીધીયાભાઇ, ભત્રીજો કલ્પેશભાઇ માવજીભાઇ, મિથુનભાઇ બાબુભઆઇ, વિપુલભાઇ ભારતાભાઇ તથા વહુ કાળીબેન વિજયભાઇ તથા ઘરના અન્ય સભ્યો તા.26 એપ્રિલના રોજ સાંજે ઘરે હાજર હતા. તે દરમિયાન કુટુંબી મનેશ વરસીંગ ભુરીયા, રાહુલ દિનેશ ભુરીયા, દિનેશ નરસીંગ ભુરીયા, કાળીયા કશના ભુરીયા, પરેશ નરસીંગ ભુરીયા, શૈલેષ વરસીંગ ભુરીયા, મહેશ ખેલીયા ભુરીયા, મેતુન ખેલીયા ભુરીયા, ટાયગર વજેસીંગ ભુરીયા, રામા કનીયા ભુરીયા તથા વજેસીંગ રાયચંદ ભુરીયા બુકણીઓ તથા કીલકારીઓ કરી ગાળો બોલતાં તેમના ઘર તરફ આવી કહેવાલ લાગેલ કે જમીન અમારી છે તમોને અહી રહેવા દેવાના નથી તેમ કહી એક સંપ થઇ લાકડી, લોખંડની પાઇપ અને પથ્થરોથી હુમલો કરી મિથુનભાઇ, માવજીભાઇ, વિપુલભાઇ, કલ્પેશભાઇ, તથા કાળીબેનને ઇજાગ્રસ્ત કર્યા હતા.

ઈજાગ્રસ્તોને 108 દ્વારા દવાખાને પહોંચાડયા
બધાએ ભેગા મળી ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતાં ફળિયાના માણસો આવી જતાં હુમલાખોરો મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા. આ સંદર્ભે કતડાભાઇ પીધીયાભાઇ ભુરીયાની ફરિયાદના આધારે ગરબાડા પોલીસે 10 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.