પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક
પોરબંદરના કુતિયાણા શહેરમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચોખાનો મોટો જથ્થો બારોબાર વહેંચવાનું કૌભાંડ ઝડપાયું છે. પોરબંદર એલસીબીએ એક ટ્રકને ઝડપી પાડ્યો છે. જેમાં 6 લાખ કરતા વધારેના ચોખાના 422 કટ્ટા ઝડપી પાડીને 10 જેટલા આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરવામા આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 03/04/2023ના રોજ કુતિયાણા હાઈવે ખાતે આવેલ દેવાંગી હોટલ સામે દેવંગી વેબ્રિજ પાસેથી એક ટ્રકને ઝડપી પાડ્યો હતો. જે ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખાના 422 કટ્ટા, જેનુ કુલ વજન 24 ટન અને 240 ક્વિન્ટલ જેટલુ તથા જેની અંદાજીત કિંમત 6,72,000 જેટલી થાય છે. તે ટ્રકને પોરબંદર એલસીબીએ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકમાંથી ઝડપાયેલા ચોખા અલગ અલગ છકડો રિક્ષાવાળા ફેરીયાઓ મારફતે આરોપી કિશોર ભરત વાડલીયા તથા સંજય શંકર માવ દ્વારા અજાણ્યા ગ્રાહકો પાસેથી કમીશન મેળવી તથા અજાણ્યા ગ્રાહકો દ્વારા સરકાર પાસેથી સસ્તા ભાવે અનાજ લઇ પોતાના આર્થીક ફાયદા માટે આરોપી મંગા ઉર્ફે બાપુ ગૌસ્વામી તથા અનિલ મંગા ગૌસ્વામી પાસેથી અજય ઉર્ફે અજો મોહન ચૌહાણ, નાગાજણ લખમણ ઓડેદરા તથા હિતેષ વાઢેરએ કમિશન મેળવી ચોખા લઇને આરોપી ટ્રક ડ્રાઈવર ધ્રુવિકગીરી યોગેશગીરી અપારનાથીને આપવામા આવ્યો હતો. જે ટ્રક મારફતે ગાંધીધામ ખાતે આવેલ માં આશાપુરા ચોખાની મીલ માલીકને મોકલવા રવાના કરવામા આવનાર હતી.
ગેરકાયદેસર રીતે પોતાના આર્થીક ફાયદો મેળવવા માટે સરકાર તથા સામાન્ય જનતા સાથે તમામ આરોપીઓએ એકબીજાની મીલીભગત કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની તેમજ પોલીસ તપાસમાં જે ખુલે તે તમામ ઇસમો વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમની વિવિધ કલમો હેઢળ ગુન્હો કર્યા બાબતની કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવામાં આવી છે.