મોડાસામાં ગુજકેટની પરીક્ષામાં 10 મિનિટ મોડે આવેલ વિદ્યાર્થીનીને ભારે રકઝક બાદ પરીક્ષામાં બેસવા દેવાઇ | A student who was 10 minutes late in the Gujcat exam in Modasa was allowed to appear in the exam after a lot of fuss. | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)4 કલાક પહેલા

  • કૉપી લિંક

વાલીઓએ પણ વિદ્યાર્થીનીને પ્રવેશ આપવા હોબાળો કર્યો.

મોડાસા કે. એન. શાહ હાઈસ્કૂલ ખાતે આજે શરૂ થયેલ ગુજકેટની પરીક્ષામાં 10 મિનિટ લેટ પડેલ વિદ્યાર્થીનીને પ્રવેશ અપાયો ન હતો. જ્યાર બાદ વાલીઓએ રકઝક કરતા 20 મિનિટ મોડેથી તેને પરીક્ષા આપવા દેવામાં આવી હતી.

માલપુર તાલુકાની વિદ્યાર્થીની મોડી આવી
કોઈપણ બોર્ડ પરીક્ષા હોય તેના નિશ્ચિત સમયે પરિક્ષાર્થી પહોંચે એ જરૂરી છે. પરંતુ બહારથી આવનાર વિદ્યાર્થીઓ ક્યારેક વાહન ના મળવા ના કે અન્ય કોઈ કારણોસર થોડી મોડું થાય તો તેના માટે છૂટછાટની થોડી મિનિટ અપાતી હોય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે શરૂ થયેલ ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટની પરીક્ષામાં માલપુર તાલુકાની ભારતીબેન બારીયા નામની વિદ્યાર્થીની 10 મિનિટ લેટ પહોંચતા સિક્યુરિટી દ્વારા તેને અંદર જવા દેવામાં આવી ના હતી.

વિદ્યાર્થીનીને પ્રવેશ માટે રકઝક કરવી પડી.

વિદ્યાર્થીનીને પ્રવેશ માટે રકઝક કરવી પડી.

આખરે મિનિટ બગાડી પ્રવેશ આપ્યો
વિદ્યાર્થીનીએ ઘણી આજીજી કરી હતી તેમ છતાં પરીક્ષા સંચાલકો દ્વારા તેને રોકી રાખતા કેન્દ્ર પર ઉપસ્થિત વહાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ ક્યાંક થોડા કોઈ ટેક્નિકલ કારણોસર મોડા પડે તો તેના માટે અમુક મિનિટ સુધી છૂટ અપાતી હોય છે પરંતુ આ વિદ્યાર્થીની 10 મિનિટ લેટ પડી હતી. તેમજ વિદ્યાર્થીનીને 20 મિનિટ પરીક્ષાની બરબાદ કરાવી અને રકઝકમાં સમય વિતાવ્યા બાદ તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم