ઓપરેશન ડીમોલેશન અંતર્ગત મનપાનો વિરોધ પક્ષ ખતમ કરવાની રણનીતિ છે, એક અઠવાડિયામાં ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાશે ,આપના ફક્ત 10 રહી જશે ને વિપક્ષ ખતમ | Under Operation Demolition, MNP's strategy is to eliminate the opposition party, four corporators will join BJP in a week, only 10 will remain and the opposition will be eliminated. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Under Operation Demolition, MNP’s Strategy Is To Eliminate The Opposition Party, Four Corporators Will Join BJP In A Week, Only 10 Will Remain And The Opposition Will Be Eliminated.

સુરત26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પક્ષ પલટુ કનુ ગેડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar

પક્ષ પલટુ કનુ ગેડિયાની ફાઈલ તસવીર

સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયા પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા બાદ શુક્રવારે પ્રથમ મનપાની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં ભાજપ પક્ષ તરફથી હાજર રહ્યા હતા. આ દરમિયાન કનુ ગેડીયા એ ઓપરેશન ડિમોલેશન અંતર્ગત મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે ઓપરેશન ડિમોલિશન અંતર્ગત એક જ રણનીતિ છે વિરોધ પક્ષને ખતમ કરવાની તે માટે એક અઠવાડિયામાં ચાર કોર્પોરેટરો આપમાંથી ભાજપમાં જોડાઈ જશે અને વિરોધ પક્ષ ખતમ થઈ જશે.

આપનું ઓપરેશન ડીમોલેશન હજુ બાકી

સુરતનું રાજકારણ માં દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ ભારે દિવસો ચાલી રહ્યા છે. આપમાંથી 27 માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા અને એક કોર્પોરેટર ને સસ્પેન્ડ કરી દેવાયા બાદ આમ આદમી પાર્ટી પાસે ૧૪ કોર્પોરેટરો બચ્યા છે. ત્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો પૂર્વ પક્ષને મનપા માંથી ખતમ કરી દેવાની રણનીતિ ઘડી રહ્યા છે. ઓપરેશન ડિમોલિશન અંતર્ગત પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડિયાએ તમામ કોર્પોરેટરોને આપમાંથી ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી ઓપરેશન ડિમોલિશન અંતર્ગત સુરત કોર્પોરેશન માંથી વિરોધ પક્ષ ખતમ કરી દેવા માટેની યોજના કરાઈ રહી છે. તે પ્રકારનું નિવેદન પક્ષ પલટુ કનુ ગેડીયા એ આપ્યું હતું

ઓપરેશન ડિમોલિશન અંતર્ગત વિરોધ પક્ષ ખતમ કરવાની રણનીતિ

આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર કનુ ગેડીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ઓપરેશન ડિમોલિશન અંતર્ગત અમારી એક જ રણનીતિ છે કે સુરત મહાનગરપાલિકા માંથી વિરોધ પક્ષ ખતમ કરી દેવાની છે.એના માટે અમારે ચાર કોર્પોરેટરો ની જરૂર છે. અત્યારે અમારી આપના ચાર કોર્પોરેટરો સાથે વાત ચાલી રહી છે.

આપના 10 કોર્પોરેટરો કરી દેવામાં આવશે

કનુ ગેડીયા એ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં 14 કોર્પોરેટરો બચ્યા છે. તેમાંથી ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જાય તો ફક્ત તેમની પાસે દસ કોર્પોરેટરો જ રહેશે અને વિરોધ પક્ષ પડી જશે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 10% લેખે વિરોધ પક્ષ પાસે 12 સભ્યો હોવા જરૂરી છે. જેથી ચાર કોર્પોરેટરો જો પક્ષ પલટો કરે છે તો આમ આદમી પાર્ટી પાસે વિપક્ષની જરૂરિયાત કરતાં ઓછું સંખ્યા બળ થઈ જશે.

એક અઠવાડિયામાં ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાશે

પક્ષ પલટુ કનુ ગેડીયા એ મોટા દાવા સાથે જણાવ્યું હતું કે આપના કોર્પોરેટરોને પક્ષ બદલવા લોકોને અમે વિકાસના કામો અને પોતાની કારકિર્દી બને માટેની વાતો કરી રહ્યા છીએ. અમે કોર્પોરેટરોને તેમના ક્ષેત્રમાં કઈ રીતે વિકાસના કામો થશે તે સમજાવી રહ્યા છીએ. તેમને મળી તેમના મતદાતાઓને મળી સંબંધીઓને મળી કાર્યકર્તાઓને મળી તમામને વિશ્વાસમાં લઈને આ કામ કરી રહ્યા છે આવનાર એક અઠવાડિયામાં ચાર કોર્પોરેટરો ભાજપમાં આવી જશે.

أحدث أقدم